Home Sports Flashback 2025 Record Breaking Runs And Centuries In Cricket This Year

Flashback 2025; આ વર્ષે ક્રિકેટમાં રેકોર્ડબ્રેક રન અને શતકોનો વરસાદ! : જાણો 2025 ના ટોપ-10 રન સ્કોરર્સ વિશે

Flashback 2025; આ વર્ષે ક્રિકેટમાં રેકોર્ડબ્રેક રન અને શતકોનો વરસાદ!
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2025, 01:40 PM IST

This year has been in the name of these 10 batsmen: વર્ષ 2025 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે ખૂબ જ રોમાંચક રહ્યું છે. આ વર્ષે મેદાન પર રનનો વરસાદ જોવા મળ્યો હતો. કેટલાક દિગ્ગજ ખેલાડીઓએ પોતાનું શાનદાર પર્ફોમન્સ જાળવી રાખ્યું તો કેટલાક નવા ખેલાડીઓએ વિશ્વ ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કર્યો. જોકે, અમુક મોટા નામો અપેક્ષા મુજબનું પર્ફોમન્સ કરવામાં નિષ્ફળ પણ રહ્યા, પરંતુ એકંદરે આ વર્ષ આ 10 બેટ્સમેનોના નામે રહ્યું છે.

શુભમન ગિલ: ઇન્ડિયન ક્રિકેટનો પ્રિન્સ અને ઈન્ડિયાનો નવો કેપ્ટન

ભારતનો ટેસ્ટ અને ODI કેપ્ટન શુભમન ગિલ વર્ષ 2025 માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે. ગિલે ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI અને T20) મળીને કુલ 35 મેચ રમી, જેમાં તેણે 49 ની દમદાર એવરેજથી 1,764 રન બનાવ્યા. આ વર્ષે તેને 7 સેન્ચુરી અને 3 હાફ-સેન્ચુરી ફટકારી હતી, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 269 રન રહ્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝ અને ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડીઓનું પ્રભુત્વ

વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન શાઈ હોપે 42 મેચમાં 1,760 રન બનાવીને લિસ્ટમાં બીજું સ્થાન મેળવ્યું છે. તેવી જ રીતે, ઇંગ્લેન્ડના અનુભવી જો રૂટે માત્ર 24 મેચોમાં જ 1,598 રન ફટકાર્યા, જેમાં 7 સેન્ચુરીનો સમાવેશ થાય છે. આ આંકડા દર્શાવે છે કે, જો રૂટ હજુ પણ રેડ બોલ ક્રિકેટમાં સૌથી આગળ છે.

2025 માં સૌથી વધુ રન બનાવનાર ટોપ-10 બેટ્સમેનોની લિસ્ટ:

ક્રમ

ખેલાડીનું નામ

દેશ

મેચ

ટોટલ રન

સેન્ચુરી/હાફ-સેન્ચુરી

1

શુભમન ગિલ

ભારત

35

1764

7 / 3

2

શાઈ હોપ

વેસ્ટ ઈન્ડિઝ

42

1760

5 / 9

3

જો રૂટ

ઇંગ્લેન્ડ

24

1598

7 / 5

4

બ્રાયન બેનેટ

ઝિમ્બાબ્વે

39

1585

3 / 8

5

સલમાન અલી આગા

પાકિસ્તાન

56

1569

2 / 9

6

કરણબીર સિંહ

ઓસ્ટ્રેલિયા

32

1488

2 / 13

7

હેરી બ્રુક

ઇંગ્લેન્ડ

37

1468

3 / 7

8

બેન ડકેટ

ઇંગ્લેન્ડ

32

1448

3 / 8

9

પથુમ નિશંકા

શ્રીલંકા

34

1414

-

10

રચિન રવિન્દ્ર

ન્યૂઝીલેન્ડ

32

1382

4 / 6

ઉભરતા સિતારાઓ અને પાકિસ્તાની સલમાન અલી આગાનું યોગદાન

આ વર્ષે ઝિમ્બાબ્વેના યુવા ખેલાડી બ્રાયન બેનેટે 1,585 રન બનાવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. બીજી તરફ, પાકિસ્તાનના સલમાન અલી આગાએ આ વર્ષે સૌથી વધુ 56 ઇન્ટર્નટિનલ મેચ રમીને પોતાની ફિટનેસનો પુરાવો આપ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી કરણબીર સિંહે પણ 13 હાફ-સેન્ચુરીની મદદથી મજબૂત હાજરી નોંધાવી છે.

ભારતીય ટીમનું ભવિષ્ય

એશિયન બેટ્સમેનોથી લઈને કેરેબિયન અને ઇંગ્લિશ ખેલાડીઓ સુધી, 2025 નું વર્ષ ક્રિકેટ પ્રેમીઓ માટે ખૂબ જ ધમાકેદાર રહ્યું છે. શુભમન ગિલની કેપ્ટનશીપ અને બેટિંગના શાનદાર ફોર્મે ભારતીય ક્રિકેટના સુવર્ણ યુગની આશા જગાડી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now