Home Sports Five Indian Batsmen Who Have Scored The Most Centuries In Odis Against New Zealand

ન્યુઝીલેન્ડ સામે ODI માં સૌથી વધુ સેન્ચુરી ફટકારનારા પાંચ ભારતીય બેટર! : Virat Kohli પાસે ઇતિહાસ રચવાની તક, આ દિગ્ગજ ટોપ પર

ન્યુઝીલેન્ડ સામે ODI માં સૌથી વધુ સેન્ચુરી ફટકારનારા પાંચ ભારતીય બેટર!
Published by: OBS Bureau
Last Updated: Jan 09, 2026, 11:58 AM IST

Five Indian batsmen who scored the most centuries in the IND vs NZ series: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચ 11 જાન્યુઆરીથી શરૂ થશે. આ મેચમાં ભારતના દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ રમતા જોવા મળશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો વનડે ક્રિકેટનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ રહ્યો છે. જ્યારે પણ આ બંને ટીમો એકબીજા સામે આવે છે ત્યારે રનનો વરસાદ થાય છે. આંકડાઓ પર નજર કરીએ તો, ટીમ ઈન્ડિયાના બેટ્સમેન હંમેશા કિવી બોલરો સામે શાનદાર પર્ફોમન્સ આપી રહ્યા છે. જાણો ન્યૂઝીલેન્ડ સામે વનડે ક્રિકેટમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારનારા પાંચ ભારતીય બેટ્સમેન વિશેની માહિતી.

સેહવાગ અને કોહલી 6-6 સેન્ચુરી સાથે ટોપ પર

આ લિસ્ટમાં વીરેન્દ્ર સેહવાગ અને વિરાટ કોહલી સાથે ટોપ પર છે. વીરેન્દ્ર સેહવાગે 2001 થી 2010 દરમિયાન ન્યૂઝીલેન્ડ સામેની માત્ર 23 મેચોમાં 23 ઇનિંગ્સમાં 6 સેન્ચુરી ફટકારી હતી. તેનો સ્ટ્રાઇક રેટ 103.95 હતો, જે દર્શાવે છે કે, તે કિવી બોલરો સામે કેટલો આક્રમક હતો. બીજી તરફ, વિરાટ કોહલીએ પણ 33 મેચોમાં 6 સેન્ચુરી ફટકારી છે. કોહલીએ 55.23 ની એવરેજથી 1657 રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 154* છે.

તેંડુલકર બીજા સ્થાને (5 સેન્ચુરી)

ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકર આ લિસ્ટમાં બીજા ક્રમે છે. સચિને 1990 થી 2009 દરમિયાન કિવીઓ સામે 42 મેચમાં પાંચ સેન્ચુરી અને આઠ હાફ-સેન્ચુરી ફટકારી હતી. તેને આ ટીમ સામે કુલ 1750 રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 186 રન નોટઆઉટ છે.

સૌરવ ગાંગુલી સહિતના નામો પણ ટોપના 5 માં સામેલ

પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ન્યુઝીલેન્ડ સામે 32 મેચમાં 3 સેન્ચુરી ફટકારી છે. તેમણે 35.96 ની એવરેજથી કુલ 1079 રન બનાવ્યા છે, જેમાં તેમનો શ્રેષ્ઠ સ્કોર 153* છે. બે સેન્ચુરી ફટકારનારા ઘણા ભારતીય બેટ્સમેનોમાં ચોથા અને પાંચમા સ્થાન માટે સખત સ્પર્ધા છે. આમાં રોહિત શર્મા (29 ઇનિંગ્સમાં 1073 રન), શુભમન ગિલ (12 ઇનિંગ્સમાં 623 રન) અને ગૌતમ ગંભીર (9 ઇનિંગ્સમાં 442 રન) નો સમાવેશ થાય છે. ખાસ કરીને શુભમન ગિલ, 208 રનની ઐતિહાસિક ઇનિંગ્સ સાથે ન્યૂઝીલેન્ડ સામે ભારતીય દ્વારા સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ ધરાવે છે. રાહુલ દ્રવિડ અને શ્રેયસ ઐયરના નામે પણ કિવીઓ સામે બે-બે સેન્ચુરી છે.

ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં સેન્ચુરી ફટકારનારા ટોપના બેટ્સમેન

  1. વીરેન્દ્ર સેહવાગ: 6 સેન્ચુરી

  2. વિરાટ કોહલી: 6 સેન્ચુરી

  3. સચિન તેંડુલકર: 5 સેન્ચુરી

  4. સૌરવ ગાંગુલી: 3 સેન્ચુરી

  5. ગૌતમ ગંભીર, શ્રેયસ ઐયર, શુભમન ગિલ, રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ: 2-2 સેન્ચુરી

કોહલી પાસે રેકોર્ડ તોડવાની તક

જો વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ સામેની આ સિરીઝમાં એક પણ સેન્ચુરી ફટકારે છે, તો તે વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડી નાખશે અને આ ટીમ સામે સૌથી વધુ સેન્ચુરી ફટકારનાર નંબર વન બેટ્સમેન બનશે. વિરાટ કોહલી હાલમાં શાનદાર ફોર્મમાં છે, તેથી ફેન્સ તેની પાસેથી વધુ સારા પર્ફોમન્સની અપેક્ષા રાખી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now