Home Gujarat Five Gates Of Narmada Dam Opened Water Level Crosses 131 Meters

નમામિ દેવી નર્મદે : નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલાયા, જળસપાટી 131 મીટરને પાર

નમામિ દેવી નર્મદે
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 31, 2025, 08:45 AM IST

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 3 મીટર વધી છે. ત્યારે હવે ડેમમાં પાણીની સપાટી 131 મીટર પર પહોંચી ગઈ હતી. ઉપરવાસમાંથી 423270 ક્યુસેક પાણીની આવક હજુ પણ ચાલુ છે.જેના કારણે નર્મદા ડેમ તંત્ર દ્વારા 5 ગેટ ખોલવામાં આવ્યા છે.


પાણીની આવક વધતા ગેટ ખોલાશે

આ પાણીની આવક પ્રમાણે ગેટ વધારવા ઘટાડવાનું નક્કી નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોવાથી વધુ ત્રણથી ચાર ગેટ ખોલવામાં આવશે. રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇનો ધમધમી રહ્યાં છે. પાવર હાઉસમાંથી 43,755 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસમાંથી 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.


નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા

નર્મદા નદીમાં 1.39 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે છે. જ્યારે 5 દરવાજા ખોલી 50000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જોકે હાલ આ 1.39 લાખ સ્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે અને જેને લઈ નર્મદા પોલીસ ભરૂચ પોલીસ અને વડોદરા પોલીસ દ્વારા નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી કોઈ પણ વ્યક્તિ નર્મદા નદી કાંઠે નવા સૂચના આપી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now