Home International Firing On Sidhu Moosewala Statue Lawrence Bihnoi Gang Took Responsibility Singer Mother Got Angry

સિદ્ધુ મૂસેવાલાની પ્રતિમાં પર ગોળીબાર : લોરેન્સ ગેંગે લીધી જવાબદારી, મૂસેવાલા પરિવાર થયો ગુસ્સે

સિદ્ધુ મૂસેવાલાની પ્રતિમાં પર ગોળીબાર
Published by: OBS Bureau
Last Updated: Aug 05, 2025, 10:56 AM IST

હરિયાણાના ડબવાલીમાં સ્થાપિત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના પ્રતિમા પર લોરેન્સ ગેંગ દ્વારા કરવામાં આવેલા ગોળીબાર પર તેમની માતા ચરણ કૌરે ઊંડો શોક અને ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખી કહ્યું કે આ હુમલો અમારા પુત્રની યાદ પર હુમલો છે, અમારા આત્મા પર ઘા છે. જે પ્રતિમા પર ગોળી ચલાવવામાં આવી હતી તે માત્ર એક પથ્થર નહીં, પરંતુ લોકોના સિદ્ધુ પ્રત્યેના પ્રેમ અને આદરનું પ્રતીક છે. આ લોકો સિદ્ધુના મૃત્યુનું અપમાન કરી રહ્યા છે, પરંતુ હવે તેમની યાદોને પણ ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચરણ કૌરે કહ્યું કે મારો પુત્ર લોકોના અધિકારોનો અવાજ હતો. હવે જ્યારે તે આપણી વચ્ચે નથી, ત્યારે તેને ચૂપ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેને ભૂંસી શકાતો નથી. તે એક લહેર હતો જે હંમેશા જીવંત રહેશે. આપણું મૌન આપણી હાર નથી. દરેકને એક દિવસ તેના કાર્યોની સજા ચોક્કસ મળશે. આ હુમલો આપણા આત્મા પર ઘા જેવો છે.


દિગ્વિજય ચૌટાલાએ પ્રતિમા સ્થાપિત કરી હતી

ગયા વર્ષે જનનાયક જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ દિગ્વિજય ચૌટાલાએ ડબવાલીના સાવંતખેડા ગામમાં મૂસેવાલાની પ્રતિમા સ્થાપિત કરી હતી. ત્રણ દિવસ પહેલા અજાણ્યા હુમલાખોરોએ રાત્રે સિદ્ધુ મૂસેવાલાની પ્રતિમા પર ગોળીબાર કર્યો હતો, જેનાથી પ્રતિમાને નુકસાન થયું હતું અને સનસનાટી મચી ગઈ હતી. વિદેશી મોબાઇલ નંબર પરથી ચૌટાલાને એક વીડિયો મોકલવામાં આવ્યો હતો, જેમાં સિદ્ધુ મૂસેવાલાની પ્રતિમા પર ગોળીબાર થતો બતાવવામાં આવ્યો હતો. આ પછી ચૌટાલાએ પોલીસમાં કેસ નોંધાવ્યો હતો. આ ઘટનાને કારણે મૂસેવાલાના ચાહકોમાં ભારે રોષ છે.


લોરેન્સ બિશ્નોઈ ગેંગે જવાબદારી લીધી

લોરેન્સ બિશ્નોઈ ગેંગે સિદ્ધુ મૂસેવાલાની પ્રતિમા પર ગોળીબારની જવાબદારી લીધી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રતિમા સ્થાપિત કરનારા લોકોને ચેતવણી આપતા કહ્યું હતું કે જે લોકો સિદ્ધુ મૂસેવાલાની પ્રતિમા સ્થાપિત કરીને તેમને શહીદનો દરજ્જો આપી રહ્યા છે અને જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે, તેઓ પોતાના માર્ગ સુધારે નહીંતર પરિણામ ખરાબ આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
રશિયાનો મોટો નિર્ણય
ઈરાન-વેનેઝુએલા બાદ હવે ક્યુબાનો વારો?
Play Video