ફરી એકવાર અમેરિકામાં ગોળીબારની હૃદયદ્રાવક ઘટના બની છે. સોમવારે વહેલી સવારે દક્ષિણ ફિલાડેલ્ફિયાના એક વિસ્તારમાં થયેલી ગોળીબારની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ આ ઘટના અંગે માહિતી આપી છે. પોલીસ કમિશનર કેવિન બેથેલે પત્રકારોને જણાવ્યું હતું કે મૃતકોમાંથી 3 પુખ્ત વયના હતા, ઘાયલોમાંથી 2 કિશોરો હતા. ગોળીબારમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
પોલીસે શું કહ્યું?
પોલીસ કમિશનર કેવિનબેથેલે જણાવ્યું હતું કે આ ગોળીબારની ઘટના ગ્રેઝફેરીના એક રહેણાંક વિસ્તારમાં રાત્રે 1 વાગ્યા પહેલા બની હતી. તેમણે કહ્યું હતું કે, "અમારી પાસે અનેક રાઉન્ડ ગોળીઓના શેલ છે." પોલીસે કહ્યું હતું કે આ સંદર્ભમાં, એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પાસેથી એક હથિયાર મળી આવ્યું છે. બેથેલે જણાવ્યું હતું કે પોલીસે શનિવારની મોડી રાતથી રવિવાર સવાર સુધી તે જ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી અને કેટલીક ધરપકડ પણ કરવામાં આવી હતી. ગોળીબાર પાછળનું કારણ શું હતું તે તાત્કાલિક જાણી શકાયું નથી.
શિકાગોમાં ગોળીબાર થયો હતો
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં 3 જુલાઈના રોજ, અમેરિકાના શિકાગો શહેરમાં એક રેસ્ટોરન્ટની બહાર થયેલા ગોળીબારમાં 4 લોકો માર્યા ગયા હતા અને 14 અન્ય ઘાયલ થયા હતા. ગોળીબારની આ ઘટના શિકાગોનારિવરનોર્થ વિસ્તારમાં બની હતી. પોલીસે કહ્યું હતું કે એક વ્યક્તિ રેસ્ટોરન્ટની બહાર ઉભેલી ભીડ પર ગોળીબાર કરી વાહનમાં ભાગી ગયો હતો. પોલીસે શંકાસ્પદ વ્યક્તિને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું હતું.
મીડિયારિપોર્ટ્સ અનુસાર આ ગન કલ્ચરને કારણે છેલ્લા 50 વર્ષમાં 15 લાખથી વધુ અમેરિકનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમેરિકાની વસ્તી લગભગ 33 કરોડ છે પરંતુ શસ્ત્રોની સંખ્યા 40 કરોડથી વધુ છે. અમેરિકામાં નિયમો અનુસાર, રાઇફલ અથવા નાની બંદૂકોખરીદવા માટે લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ છે અને બાકીના શસ્ત્રો માટે તે 21 વર્ષ છે.






