Home Gujarat Fire Breaks Out In Vehicles Detained By Police In Khadia Ahmedabad

ખાડિયામાં પોલીસે ડિટેઇન કરેલા વાહનોમાં લાગી આગ : પોલીસે AMCના પ્લોટમાં રાખ્યા હતા વાહનો, અનેક બળીને થયા ખાખ

ખાડિયામાં પોલીસે ડિટેઇન કરેલા વાહનોમાં લાગી આગ
Published by: OBS Bureau
Last Updated: Feb 06, 2026, 12:04 PM IST

અમદાવાદ શહેરના ખાડિયા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના એક પ્લોટમાં પડેલા વાહનોમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ પ્લોટમાં ખાડિયા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં ડિટેઇન કરવામાં આવેલા તેમજ મુદ્દામાલ તરીકે જપ્ત કરાયેલા વાહનો રાખવામાં આવ્યા હતા. આગ લાગવાની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે

આગની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી, પરંતુ અનેક વાહનોને નુકસાન પહોંચ્યાની શક્યતા છે.

ડિટેઇન કરેલા વાહનોમાં લાગી આગ

પ્રાથમિક માહિતી મુજબ, ખાડિયા પોલીસ સ્ટેશન દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પ્લોટમાં ડિટેઇન કરેલા તથા મુદ્દામાલ તરીકે જપ્ત કરાયેલા વાહનો મૂકવામાં આવ્યા હતા. આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ અને કાર્યવાહી ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર