Home Gujarat Fire Breaks Out At Palladium Business Hub In Chandkheda

ચાંદખેડામાં પેલેડિયમ બિઝનેસ હબમાં આગની ઘટના : સ્પા સેન્ટરમાં આગ, ધુમાડાના ગોટે ગોટા, ફાયર ગાડીઓ ઘટના સ્થળે

ચાંદખેડામાં પેલેડિયમ બિઝનેસ હબમાં આગની ઘટના
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 14, 2025, 09:13 AM IST

Ahmedabad Fire Incident : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા પેલેડિયમ બિઝનેસ હબમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ગાંધીનગર હાઇવે પર 4D મોલની સામે આવેલ આ બિઝનેસ હબના બીજા માળે આવેલા સ્પા સેન્ટરમાં આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી મચી ગઈ હતી.

ધુમાડો આખા બિઝનેસ હબમાં ફેલાઈ ગયો

આગ લાગતાની સાથે જ ઘનઘોર ધુમાડો આખા બિઝનેસ હબમાં ફેલાઈ ગયો હતો, જેના કારણે ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ચારથી વધુ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથધર્યો

આગ સ્પા સેન્ટરમાં લાગી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. આગના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા સાથે સમગ્ર બિઝનેસ હબને સલામત બનાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now