Home Gujarat Fir Against Patidar Leader Alpesh Katheria In Surat

સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથેરિયા સામે FIR : પતંગ ભાવને લઇ માથાકૂટ, બાદમાં ધોલધપાટ અને મારામારીનો આક્ષેપ

સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથેરિયા સામે FIR
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2026, 10:40 AM IST

Surat News : સુરત શહેરમાં પાટીદાર નેતા અલ્પેશ કથેરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. પતંગ ખરીદવા આવેલા ત્રણ યુવકોને અલ્પેશ કથેરિયા અને તેના ભાઈ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અલ્પેશ કથેરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

આ મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સ નામની દુકાનમાં પતંગ ખરીદવા આવેલા ગ્રાહકો સાથે ભાવ બાબતે માથાકૂટ થઈ હતી. દુકાન ચલાવતાં અલ્પેશ કથેરિયાના ભાઈ સાથે ભાવને લઈને વિવાદ વધતા ઝઘડો થયો હોવામાં ફરિયાદમાં જણાવાયું છે.

પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી

આક્ષેપ છે કે, ભાઈનું ઉપરાણું લઈને અલ્પેશ કથેરિયા, તેના ભાઈ અને અન્ય એક શખ્સે ત્રણેય યુવકો સાથે ધોલધપાટ અને મારામારી કરી હતી. આ ઘટનામાં ચંદ્રેશ અને તેના ત્રણ મિત્રો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. મારામારી બાદ ચંદ્રેશ અને તેના મિત્રો સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં અલ્પેશ કથેરિયા સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now