Home Business Find Out If The Company Is Depositing Pf Into Your Account Or Not

PF જમા થાય છે કે નહીં : કંપની તમારા ખાતામાં PF જમા કરાવે છે નહીં, આ રીતે ચપટીમાં પડશે ખબર

PF જમા થાય છે કે નહીં
Published by: OBS Bureau
Last Updated: Jan 15, 2025, 02:30 PM IST

નોકરી કરતા કર્મચારીઓ માટે પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ બચત હોત છે. કંપની તરફથી પણ તેમનો પીએફમાં ભાગ ઉમેરવામાં આવે છે. નોકરી બદલવા અથવા નિવૃત્તિના આયોજન માટે આ પૈસા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, કેટલીકવાર એવું બને છે કે એમ્પ્લોયર કર્મચારીના પીએફ ખાતામાં યોગદાન જમા કરાવતા નથી. આવી સ્થિતિમાં કર્મચારીઓ તપાસ કરી શકે છે કે તેમના પીએફના પૈસા યોગ્ય રીતે જમા થઈ રહ્યા છે કે નહીં.
પીએફ બેલેન્સ ચેક કરવા માટે તમે ઉમંગ એપ, ઈપીએફઓ વેબસાઈટ, મિસ્ક કોલ અને એસએમએસનો ઉપયોગ કરી શકો છો. ચાલો આ તમામની પ્રક્રિયા સમજીએ.

ઉમંગ એપથી કેવી રીતે ચેક કરવું

--સૌથી પહેલા ઉમંગ એપ ડાઉનલોડ કરો અને લૉગિન કરો.
--આ પછી સર્ચ બારમાં EPFO ટાઈપ કરો.
--View Passbook પર ક્લિક કરો અને તમારો UAN નંબર અને પાસવર્ડ દાખલ કરો.
--ત્યારબાદ તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે.
--OTP દાખલ કર્યા પછી, તમે તમારી પાસબુકમાં PF બેલેન્સ જોઈ શકો છો.

EPFOની વેબસાઈટ પર આવી રીતે કરો ચેક

--EPFOની આધિકારીક વેબસાઈટ પર જાઓ.
--For Employees સેક્શન પર ક્લિક કરો અને Services પસંદ કરો.
-- એ બાદ Know Your EPF Account Balance વિકલ્પ પર ક્લિક કરો.
-- તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા નાંખીને Sign In કરો.
-- આ બાદ પાસબુક વિકલ્પ પર ક્લિક કરો.
-- તમારું પીએમ અકાઉન્ટ પસંદ કરકો અને બેલેન્સ ચેક કરો.

મિસ્ડ કોલ અને એસએમએસ દ્વારા પીએફ બેલેન્સ તપાસો

---તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ આપો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now