Home Gujarat Finance Minister Kanu Desai Will Present The Budget For The Fifth Time

નાણામંત્રી કનુ દેસાઈ પાંચમીવાર રજૂ કરશે બજેટ : કોમનવેલ્થને લઈ મોટી જાહેરાતની શક્યતા, 4 લાખ કરોડનું હોવાની અટકળો

નાણામંત્રી કનુ દેસાઈ પાંચમીવાર રજૂ કરશે બજેટ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 18, 2026, 06:12 AM IST

ગુજરાતમાં આજે વર્ષ 2026-27નું મહત્વપૂર્ણ બજેટ રજૂ થવાનું છે. ગુજરાત વિધાનસભાના સત્રના ત્રીજા દિવસે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ પાંચમી વાર બજેટ રજૂ કરશે, જે પોતે જ એક નોંધપાત્ર ઘટના છે. આ વર્ષે રાજ્યના બજેટનું કુલ કદ અંદાજે 4 લાખ કરોડ રૂપિયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ બની શકે છે.

દસ વર્ષમાં રાજ્યના બજેટમાં લગભગ ત્રણ ગણો વધારો નોંધાયો

છેલ્લા દસ વર્ષમાં રાજ્યના બજેટમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2015-16માં ગુજરાતનું બજેટ 1,37,667 કરોડ રૂપિયા હતું, જ્યારે વર્ષ 2025-26 સુધીમાં તે 166 ટકા વધીને 3.70 લાખ કરોડ રૂપિયા થયું હતું. આમ,છે, જે રાજ્યના વિકાસની ગતિ દર્શાવે છે.

કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાત થવાની શક્યતા

આ વખતે બજેટમાં વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાત થવાની શક્યતા છે. કોમનવેલ્થ ગેમ્સ માટે રાજ્ય સરકાર રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવાની દિશામાં ખાસ નાણાકીય જોગવાઈ કરી શકે છે. તેમાં નવા સ્ટેડિયમનું નિર્માણ, હાલના સ્ટેડિયમનું અપગ્રેડેશન, આંતરરાષ્ટ્રીય ધોરણની સુવિધાઓ, ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી સુધારવા માટે મેટ્રો, રસ્તા અને એરપોર્ટ સુવિધાઓનો વિકાસ તેમજ હોટેલ અને ટુરિઝમ સેક્ટરને પ્રોત્સાહન આપવાના નિર્ણયો સામેલ થઈ શકે છે. આ બજેટ રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, રમતગમત ક્ષેત્રના પ્રોત્સાહન અને આર્થિક વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now