જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલી અમીને શરિયત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નુરી સ્કૂલની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું અપહરણ થઈ ગયું હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેને લઈ ધ્રોલ પોલીસ શોધખોળ ચાલુ કરી છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ જોડીયાના મોટો વાસ વિસ્તારમાં રહેતા ઈસ્માઈલભાઈ બાવલાભાઇ નંગામરા વાઘેર કે જેનો પુત્ર સાદિક ઈસ્માઈલભાઈ બાવલા (ઉંમર વર્ષ 15) કે જે ધ્રોલની નુરી સ્કૂલની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે, જે ગત 15મી તારીખે ધ્રોળની હોસ્ટેલમાંથી એકાએક ગુમ થઈ હતી.
સમગ્ર ઘટનાને લઈ ધ્રોલ પોલીસ મથકમાં પોતાના પુત્રનું કોઈ અજ્ઞાત શખ્સ દ્વારા અપહરણ કરી ગયાની ઈસ્માઈલભાઈ બાવલાભાઇ વાઘેરે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ ધ્રોલના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.રાઠોડ તપાસ હાથ ધરી છે.






