Home International Fbi Most Wanted Indian Nazir Hameed New Jersey Murder Sasikala Narra Extradition Reward 50000 Dollars

અમેરિકામાં ભારતીય મહિલા અને માસૂમ બાળકની કરપીણ હત્યા : FBIએ હત્યારા નઝીર પર રાખ્યું $50,000નું ઈનામ, ભારત પાસે માગી મદદ

અમેરિકામાં ભારતીય મહિલા અને માસૂમ બાળકની કરપીણ હત્યા
Published by: OBS Bureau
Last Updated: Dec 03, 2025, 06:36 PM IST

અમેરિકાના ન્યૂ જર્સીમાં 2017માં થયેલા એક હચમચાવી દેનારા ડબલ મર્ડર કેસમાં FBI (Federal Bureau of Investigation) એ મોટી કાર્યવાહી કરી છે. એક ભારતીય મહિલા અને તેના 6 વર્ષના દીકરાની નૃશંસ હત્યાના આરોપી નઝીર હમીદ (Nazir Hameed) ને પકડવા માટે FBIએ 50,000 ડોલર (લગભગ 42 લાખ રૂપિયા) નું ઈનામ જાહેર કર્યું છે. આ આરોપી હાલ ભારતમાં છુપાયેલો હોવાની આશંકા છે, તેથી અમેરિકાએ ભારતીય એજન્સીઓ પાસે તેના પ્રત્યાર્પણ (Extradition) માટે મદદ માંગી છે.

શું હતી 2017ની ભયાનક ઘટના?

  • તારીખ: 23 માર્ચ, 2017.

  • સ્થળ: મેપલ શેડ એપાર્ટમેન્ટ, ન્યૂ જર્સી.

  • મૃતકો: શશિકલા નર્રા (38 વર્ષ) અને તેમનો પુત્ર અનીશ નર્રા (6 વર્ષ).

  • ઘટના: પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે બંનેની ગરદન પર ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યારો એટલો ઘાતકી હતો કે તેણે 6 વર્ષના માસૂમ અનીશનું માથું ધડથી અલગ કરી દીધું હતું.

ખૂનના એક ટીપાંએ ખોલી પોલ

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી નઝીર હમીદ પણ ભારતીય નાગરિક છે અને તે પીડિત પરિવારના એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં જ રહેતો હતો.

  • ઘટનાસ્થળેથી લોહીનું એક ટીપું મળ્યું હતું, જે મૃતકોનું નહોતું.

  • DNA ટેસ્ટમાં તે લોહી નઝીર હમીદનું હોવાનું સાબિત થયું.

  • તે પીડિતાના પતિનો પીછો (Stalking) કરતો હોવાનું પણ સામે આવ્યું છે.

  • હત્યાના 6 મહિના પછી તે અમેરિકા છોડીને ભારત ભાગી આવ્યો હતો.

FBI ની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ

ફેબ્રુઆરી 2025માં નઝીર પર હત્યા સહિત 6 ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. FBI એ તેને હવે 'મોસ્ટ વોન્ટેડ' લિસ્ટમાં સામેલ કર્યો છે.

ગવર્નરે ભારતીય રાજદૂતને કર્યો ફોન

ન્યૂ જર્સીના ગવર્નર ફિલ મર્ફી એ ભારતીય રાજદૂત વિનય ક્વાત્રા સાથે ફોન પર વાત કરી છે અને આરોપીને તાત્કાલિક અમેરિકા સોંપવાની માંગ કરી છે. બર્લિંગ્ટન કાઉન્ટીના પ્રોસીક્યુટરે કહ્યું કે, "ન્યાયની કોઈ સીમા હોતી નથી. અમે ભારત સરકારને અપીલ કરીએ છીએ કે આ જઘન્ય અપરાધીને જલ્દી સોંપવામાં આવે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now