Home Agriculture Farmer Fertilizer Subsidy Bank Government Dbt

ખેડૂતોના ખાતામાં જમા થશે પૈસા! : ખાતર અને બિયારણની સબસિડી માટે હવે નહીં જોવી પડે રાહ, જાણો શું છે સરકારનો ખાસ પ્લાન?

ખેડૂતોના ખાતામાં જમા થશે પૈસા!
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2025, 06:17 AM IST

ખેડૂતોને મદદ થવા માટે સરકાર સતત પ્રયાસ કરતી હોય છે. ત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું છે કે સરકાર ખેતીને સરળ બનાવવા માટે પ્રાથમિક સ્તરે મોટા ફેરફાર કરવા જઈ રહી છે. DBT દ્વારા કૃષિ સાધનો માટે સબસિડી આપવા અંગે સરકાર વિચારણા કરી રહી છે. સરકાર 2 લાખ કરોડ રૂપિયા સુધીની ખાતર સબસિડી આપે છે. જેથી દેશના કરોડ ખેડૂતોને ખાતરની થેલી 265 રૂપિયામાં યુરિયાની મળે છે. ખાતરી થેલીની વાસ્તવિક કિંમત 2400 રૂપિયા છે. પરંતુ સરકારની સબસિડીના લીધે ખેડૂતોને 265 રૂપિયામાં મળે છે.
હવે નહીં ખવાય ખાતર સબસિડી!
ન માત્ર ખેતી પણ અન્ય હેતુ માટે પણ ખાતરનો ઉપયોગ થાય છે. જેથી હવે ખાતરની સબસિડી સિધી જ ખેડૂતોના ખાતામાં જમા કરવા પર વિચારણ ચાલી રહી છે. DBT દ્વારા ખાતરની સબસિડી જમા કરવામાં આવે તો રૂપિયા સિધા ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. જેનાથી ખેડૂતોના ખાતામાં વધારો થશે અને કામ પણ ઝડપથી થશે.
સરકાર બનાવી રહી છે એક્શન પ્લાન
સરકાર કૃષિ પેદાશોને બજારમાં લઈ જવાનો પરિવહન ખર્ચ ઉઠાવવા વિચારણા કરી રહી છે. ખેડૂતોને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અન્ય સરકારી યોજનાઓ વિશે માહિતી આપી તેનો યોગ્ય લાભ આપવા સરકાર એક્શન પ્લાન બનાવી રહી છે. જેના માટે એક સર્વે પણ કરવામાં આવી રહ્યો છે. જો પરિવહન ખર્ચ સરકાર ઉપાડે તો ખેડૂતોને ખુબ જ મોટી રાહત મળી શકે તેમ છે.
ખેડૂતોના હિતમાં સરકારના નિર્ણયો
ખેતીને વધુને વધુ સરળ બનાવી ખેડૂતોના હિત માટે સરકાર સતત વિચારણા કરી રહી છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી સોયાબીન તેલની આયાત પર 20 ટકા ડ્યુટી પણ સરકારે લગાવી છે. આ રીતે અન્ય પાકના પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતોની આવક વધે તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now