Home Sports Fans Get Angry After Not Being Able To Watch Messi Play Throw Chairs On The Field

મેસ્સીની રમત જોવા ન મળતા ચાહકોએ સ્ટેડિયમ "માથે લીધો"! : ગુસ્સે ભરાયા ફેન્સ... મેદાનમાં ફેંકી ખુરશીઓ...

મેસ્સીની રમત જોવા ન મળતા ચાહકોએ સ્ટેડિયમ "માથે લીધો"!
Published by: OBS Bureau
Last Updated: Dec 13, 2025, 08:42 AM IST

Messi India Tour: ફૂટબોલના જાદુગર તરીકે જાણીતા દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સી આખરે ભારતમાં આવી ગયા છે. લાંબા સમયથી મેસ્સીના ભારતમાં આગમનની રાહ જોઈ રહેલા ફેન્સ તેમના સ્ટાર ખેલાડીની એક ઝલક જોવા માટે એરપોર્ટ પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

લિયોનેલ મેસ્સીએ બહુપ્રતિક્ષિત 'GOT ટૂર'ના ભાગ રૂપે કોલકાતામાં તેમની 70 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. એટલું જ નહીં, તેને બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન સાથે ખાસ મુલાકાત પણ કરી હતી. 2022 ફિફા વર્લ્ડ કપ વિજેતા મેસ્સી કોલકાતામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ સાંજે હૈદરાબાદ જવા રવાના થશે.

ગુસ્સે ભરાયા ફેન્સ, મેદાનમાં ફેંકી ખુરશીઓ

સ્ટેડિયમમાં હાજર ફેન્સ ખૂબ ગુસ્સે છે. તેમને મેસ્સીને રમતા જોવાની તક મળી ન હતી, જેના કારણે તેઓ નારાજ છે. કેટલાક ફેન્સએ મેદાનમાં તોડફોડ પણ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફેન્સ મેદાનમાં ખુરશી ફેંકતા દેખાઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now