Home Sports Fans Caught The Iccs Mistake Improved Virat Kohlis Number 1 Days In The Rankings

ફેન્સએ ICC ની પકડી ભૂલ! : રેન્કિંગમાં Virat Kohli ના નંબર-1 રહેવાના દિવસોમાં સુધારો કર્યો!

ફેન્સએ ICC ની પકડી ભૂલ!
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2026, 10:19 AM IST

ICC Make Correction in Virat Kohli ODI Ranking Holder: વિરાટ કોહલીના હાલના ફોર્મને કારણે તે લગભગ પાંચ વર્ષમાં પહેલીવાર ICC ODI રેન્કિંગમાં નંબર 1 પર પહોંચી ગયો છે. 37 વર્ષીય ખેલાડીએ તેની છેલ્લી 6 મેચમાં પાંચ વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા છે, જેમાં 2 સેન્ચુરીનો સમાવેશ થાય છે. જોકે, આ ખુશખબર પછી તરત જ, ICC એ સોશિયલ મીડિયા પર એક ગ્રાફિક પોસ્ટ કરીને ભૂલ કરી. ગ્રાફિકમાં કહેવામાં આવ્યું હતું કે, વિરાટ કોહલીએ તેની કારકિર્દીમાં નંબર 1 ODI બેટ્સમેન તરીકે 825 દિવસ વિતાવ્યા હતા, જેના કારણે તે સૌથી લાંબા સમય સુધી ટોપના રેન્ક પર રહેનારા બેટ્સમેનોની લિસ્ટમાં 10 માં ક્રમે હતો.

ફેન્સએ ભૂલ પકડી

ફેન્સએ બુલ પકડી કારણ કે, ICC ના અગાઉના રેકોર્ડ મુજબ કોહલી 1,547 દિવસ સુધી ટોપના સ્થાને રહ્યો હતો. ફેન્સના વ્યાપક વિરોધ અને ભૂલ તરફ ધ્યાન દોરવામાં આવ્યા પછી, ICC એ સોશિયલ મીડિયા પોસ્ટ કાઢી નાખી અને તેની ભૂલ સુધારી. તેમણે પુષ્ટિ આપી કે, વિરાટ કોહલી ખરેખર 1,547 દિવસ સુધી નંબર વન ODI બેટ્સમેન રહ્યો હતો. આ સુધારા સાથે, વિરાટ કોહલી 10 માં ક્રમથી ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. તે હવે લિસ્ટમાં ફક્ત વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ સર વિવિયન રિચાર્ડ્સ (2,306 દિવસ) અને બ્રાયન લારા (2,079 દિવસ) થી પાછળ છે.

વિરાટ કોહલીનું હાલનું ફોર્મ

વિરાટ કોહલી હવે ફક્ત એક જ ફોર્મેટ રમી રહ્યો છે અને તેને પોતાનું ઉત્તમ ફોર્મ ચાલુ રાખ્યું છે. વિરાટ કોહલીએ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાની સામેની છેલ્લી મેચમાં એક હાફ સેન્ચુરી ફટકારી હતી. ત્યારપછી, વિરાટ કોહલીએ ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકા સામે 2 શાનદાર સેન્ચુરી અને એક હાફ-સેન્ચુરી ફટકારી હતી અને પછી વિરાટ કોહલી વિજય હજારે ટ્રોફીમાં પાછા ફરતા એક સેન્ચુરી અને એક હાફ-સેન્ચુરી ફટકારી હતી. ત્યારપછી વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી ODI સિરીઝની પહેલી મેચમાં 93 રનની બીજી શાનદાર ઇનિંગથી કરી હતી, જેનાથી ભારતને પ્રથમ ODI જીતવામાં મદદ મળી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now