Home Gujarat Fake Income Tax Officer Caught From Varachha Surat

સુરતના વરાછામાંથી નકલી ઇન્કમટેક્સ અધિકારી ઝડપાયો : ગ્લોબલ માર્કેટના વેપારીઓને ફોન અને રૂબરૂ ધમકાવી પૈસા પડાવતો, પોલીસે દબોચ્યો

સુરતના વરાછામાંથી નકલી ઇન્કમટેક્સ અધિકારી ઝડપાયો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 08, 2026, 04:53 AM IST

સુરતના વરાછા વિસ્તારમાં પોતાને ઇન્કમટેક્સ અધિકારી તરીકે ઓળખાવી વેપારીઓને ધમકાવી વસૂલી કરતો એક ડુપ્લીકેટ ઇન્કમટેક્સ અધિકારી ઝડપાયો છે. ગ્લોબલ માર્કેટ વિસ્તારમાં વેપારીઓ પાસેથી ખોટી કાર્યવાહી કરવાની ધમકી આપી પૈસા ઉઘરાવતો આરોપી વરાછા પોલીસે બ્લીસ હોટલ ખાતેથી ઝડપી લીધો હતો.

ગ્લોબલ માર્કેટના વેપારીઓને ફોન અને રૂબરૂ મળી ધમકાવતો હતો

મળતી માહિતી મુજબ, આરોપી પોતાને ઇન્કમટેક્સ ઓફિસર હોવાનું કહી ગ્લોબલ માર્કેટના વેપારીઓને ફોન અને રૂબરૂ મળી ધમકાવતો હતો. વેપારીઓ પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે વરાછા પોલીસે જાળ બિછાવ્યો હતો. પોલીસની સર્વેલન્સ અને PCR ટીમે ઝડપી અને સંકલિત કાર્યવાહી કરી આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.

આરોપી રાજસ્થાનનો રહેવાસી

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી રાજસ્થાનનો રહેવાસી છે અને લાંબા સમયથી સુરત વિસ્તારમાં આ રીતે ઠગાઈ કરી રહ્યો હતો. આરોપી ખોટી ઓળખાણ આપીને વેપારીઓમાં ભય ફેલાવી ગેરકાયદે વસૂલી કરતો હોવાનું પણ સામે આવ્યું છે. વરાછા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી સામે BNS કલમ 204 અને 308(2) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. વરાછા પોલીસે સમયસર અને સતર્કતા દાખવીને મોટી ઠગાઈ અટકાવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી વેપારીઓમાં રાહતનો શ્વાસ લેવાયો છે અને વરાછા પોલીસની સતર્કતા ફરી એકવાર સાબિત થઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર
વડોદરામાં ગેસ કાળાબજારનો ભંડાફોડ
સતાધાર ધામમાં આત્મનિર્ભરતાની અનોખી મિસાલ
સુરતવાસીઓને જલસો!