Home Gujarat Faisal Patel U Turn After Talks Of Leaving Congress And Forming A New Party

'નવી પાર્ટી નહીં બનાવાય, હું કોંગ્રેસમાં જ છું' : કોંગ્રેસ છોડીને નવી પાર્ટી બનાવવાની ચર્ચા બાદ ફૈસલ પટેલનો યુ-ટર્ન

'નવી પાર્ટી નહીં બનાવાય, હું કોંગ્રેસમાં જ છું'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 30, 2025, 12:42 PM IST

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસથી અલગ થઈ નવી પાર્ટી બનાવવાની ચર્ચાઓ વચ્ચે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. પોતાના સમર્થકોની વચ્ચે ઊભેલી રાજકીય ચર્ચાઓ બાદ હવે ફૈસલ પટેલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોંગ્રેસ (AP) નામની નવી પાર્ટી બનાવવાના નથી.

'સમર્થકોની ઈચ્છા હતી'

ફૈસલ પટેલે જણાવ્યું કે, 'સમર્થકોની ઈચ્છા હતી, પરંતુ વિભાજન યોગ્ય નહીં રહે. તેથી નવી પાર્ટી ન બનાવવાનો નિર્ણય લેવાયો.” તેમણે સ્વીકાર્યું કે, ગત લોકસભા ચૂંટણીમાં તેમની ટિકિટ કપાતાં અનેક કાર્યકરો કોંગ્રેસ છોડી AAP અને BJP માં જોડાયા હતા. છતાં પણ કાર્યકરોની મોટી સંખ્યાનો આશય એ છે કે અહેમદ પટેલનો પરિવાર ફરી ચૂંટણી લડે'

'હું કોંગ્રેસ પાર્ટીમાં જ છું'

ફૈસલ પટેલે આગળ સ્પષ્ટ કર્યું કે, 'હું કોંગ્રેસ પાર્ટીમાં જ છું. લોકો શું ઈચ્છે છે તે જાણવા મેં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી” તેમણે જણાવ્યું કે મોટી સંખ્યામાં લોકોએ તેમને કોંગ્રેસ અથવા અપક્ષ તરીકે ચૂંટણી લડવાની સલાહ આપી છે, પરંતુ હવે તેમણે સ્પષ્ટતા કરી છે કે વેળા આવે ત્યારે કોંગ્રેસમાં રહી જ નિર્ણય લેવામાં આવશે'. ફૈસલ પટેલની આ જાહેરાત બાદ નર્મદા–ભરૂચ વિસ્તારની રાજકીય ચર્ચાઓમાં નવી દિશા જોવા મળી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now