Home Gujarat Explosive Object Found On Railway Tracks Near Anagarh Vadodara

વડોદરાના અનગઢ નજીક રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક વસ્તુ મળી! : પોલીસની દોડધામ, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે

વડોદરાના અનગઢ નજીક રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક વસ્તુ મળી!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 21, 2026, 10:47 AM IST

વડોદરા શહેરના અનગઢ નજીક રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક જેવો શંકાસ્પદ પદાર્થ મળ્યાની માહિતી મળતા જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ અને તાત્કાલિક સુરક્ષા પગલાં લેવામાં આવ્યા હતા.

રેલવે ટ્રેક પાસેથી શંકાસ્પદ વસ્તુ મળી

માહિતી અનુસાર, સ્થાનિક સ્તરે રેલવે ટ્રેક પાસે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હતી, જે વિસ્ફોટક જેવો લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ મળતા જ નંદેસરી પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.

પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ડોગ સ્ક્વોડ તેમજ બોમ્બ સ્ક્વોડની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ટીમોએ શંકાસ્પદ પદાર્થની તપાસ શરૂ કરી હતી. સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

પ્રાથમિક માહિતી મુજબ સ્થળ પરથી ફટાકડાં સંબંધિત પદાર્થ મળ્યો હોવાની ચર્ચા છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ માટે તપાસ ચાલુ છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને શંકાસ્પદ પરિસ્થિતિ કેવી રીતે સર્જાઈ તે અંગે વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા દ્રષ્ટિએ રેલવે ટ્રેક પર સતર્કતા વધારવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now