Home Gujarat Explanation In The Suspicious Death Of A Blo Employee In Surat

સુરતમાં BLO કર્મચારીના શંકાસ્પદ મોત મામલે ખુલાસો : ગીઝર ગેસના ગૂંગળામણથી ગયો જીવ, ફોરેન્સિક રિપોર્ટમાં ખુલ્યું

સુરતમાં BLO કર્મચારીના શંકાસ્પદ મોત મામલે ખુલાસો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 26, 2025, 02:51 PM IST

સુરત મહાનગર પાલિકામાં કામ કરતી BLO મહિલા કર્મચારીના શંકાસ્પદ મૃત્યુ કેસમાં મહત્વનો ખુલાસો થયો છે. બે દિવસ પહેલાં પોતાના ઘરે બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળી આવેલી મહિલા BLO ડિંકલબેનનું મોત ગીઝર ગેસની ગૂંગળામણથી થયું હોવાનું પેનલ ફોરેન્સિક પોસ્ટમોર્ટના પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે.

ગીઝર ગેસના ગૂંગળામણથી મોત

ઘટના સમયે પરિવારજનોને ડિંકલબેન લાંબા સમય સુધી બાથરૂમમાંથી બહાર ન આવે બાદ શંકા જતા દરવાજો તોડવો પડ્યો હતો. અંદર પ્રવેશતા તેઓ બેભાન હાલતમાં મળી આવી હતી અને તરત સારવાર માટે લઇ જવામાં આવી હતી, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

મોત મામલે વિવિધ તર્ક વિતર્ક શરૂ થયા હતા

શરૂઆતમાં આ મોતને શંકાસ્પદ માનવામાં આવતું હોવાથી પોલીસે તપાસ શરૂ કરી હતી. હવે પેનલ ફોરેન્સિક રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે બાથરૂમમાં ગીઝરમાંથી નીકળેલી ગેસના કારણે ઓક્સિજનની અછત થતાં ગૂંગળામણથી મૃત્યુ થયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now