Home Gujarat Executive Chairman Of Bavla Napa Caught In A Drunken State

બાવળા ન.પા ના કારોબારી ચેરમેન નશાની હાલતમાં ઝડપાયો! : પોલીસ સાથે પણ કરી ઝપાઝપી કર્યાનો આક્ષેપ, પોલીસ ફરિયાદ નોંધાઈ

બાવળા ન.પા ના કારોબારી ચેરમેન નશાની હાલતમાં ઝડપાયો!
Published by: OBS Bureau
Last Updated: Mar 01, 2026, 11:44 AM IST

બાવળા નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન કિર્તી ટોટા નશાની હાલતમાં ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ કિર્તી ટોટા, જે વોર્ડ નંબર એકમાંથી ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટર છે અને હાલ કારોબારી સમિતિના ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેઓ મોડી રાત્રે ધોળકા રોડ પર વિવાદમાં સપડાયા હતા.

બાવળા નપામા કારોબારી ચેરમેન નશાની હાલતમાં ઝડપાયો

પ્રેમ સતિષચંદ્ર સોનારા, રહે- ધોળકા સોનારકુઈ આંબેડકર ચોક, સાથે વાહન ચલાવવાના મુદ્દે કિર્તી ટોટાએ ઝઘડો કર્યો હતો. રાત્રિના આશરે સાડા ત્રણ વાગ્યે બાવળા-ધોળકા રોડ પર બોલાચાલી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ફરિયાદ બાદ કિર્તી ટોટા બાવળા પોલીસ સ્ટેશન ખાતે લથડતા હાલતમાં આવ્યા હતા.

વોર્ડ નંબર એકમાંથી ચૂંટાયેલો ભાજપનો કોર્પોરેટર

પોલીસ મુજબ તેઓ કોઈ કેફી પદાર્થના પ્રભાવ હેઠળ હોવાની ચર્ચા હતી. પોલીસ સમક્ષ પોતાનું નામ કિર્તીભાઈ સુરેશભાઈ ટોટા, રહે- બાવળા, તા. બાવળા, જી. અમદાવાદ હોવાનું જણાવ્યું હતું, પરંતુ જીભ તોતડાતી હતી. મોઢું સુંઘી તપાસ કરતાં કેફી પ્રવાહી દારૂની પુષ્કળ વાસ આવતી હોવાનું નોંધાયું હતું. હલાવી-ચાલાવી જોતા તેઓ પોતાની શરીર સ્થિતિનું ભાન રાખી શકતા ન હતા અને આંખો પણ નશાના કારણે લાલઘુમ દેખાતી હતી.

આ ઘટનાને લઈને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચકચાર મચી છે. પોલીસ દ્વારા મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now