Home International Ex Home Minister Bala Bachchan Daughter Dies Indore Road Accident

ઈન્દોરમાં વહેલી સવારે જ ગમખ્વાર અકસ્માત : પૂર્વ ગૃહમંત્રીની પુત્રી સહિત 3 નું ઘટના સ્થળે જ મોત, એકની સ્થિતિ ગંભીર

ઈન્દોરમાં વહેલી સવારે જ ગમખ્વાર અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Jan 09, 2026, 06:44 AM IST

શુક્રવારે ઈન્દોરમાં એક ખૂબ જ ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાલામંડલ બાયપાસ પર એક પૂર ઝડપે આવતી નેકસોન કાર ટ્રક સાથે અથડાઇ ગઈ હતી. આ દુર્ઘટનામાં મધ્યપ્રદેશના આદિવાસી નેતા અને પૂર્વ ગૃહમંત્રી બાલા બચ્ચનની દીકરી પ્રેરણા, કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા આનંદ કાસલીવાલનો છોકરો પ્રખર અને અન્ય એક યુવક મનસિંધુનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. કારમાં સવાર અનુષ્કા નામની યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે, તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, કારમાં સવાર પ્રેરણા સહિત ચારેય મિત્રો ફરવા માટે નીકળ્યા હતા. શુક્રવારે વહેલા પરોઢિયે લગભગ 4-5 વાગ્યે વચ્ચે રાલામંડલ બાયપાસ પર તેમની કારે કાબૂ ગુમાવ્યો અને એક ઉભેલા ટ્રકની પાછળ જઈને અથડાઇ ગઈ. અથડામણ એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ પણે તૂટી ગયો છે.

આ અકસ્માતમાં પ્રેરણા બચ્ચન, પ્રખર કાસલીવાલ અને મનસિંધુનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. ત્યારે કારમાં ચોથી સભ્ય અનુષ્કા ગંભીર રૂપે ઘાયલ છે, તેને ઈન્દોરના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. તેની પરિસ્થિતિ ખૂબ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.

જાણ થતાં જ તેજાજી નગર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ખૂબ મહેનત બાદ કારમાંથી મૃતદેહો બહાર કાઢ્યા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માંતે MY હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. પોલીસે મામલો નોંધીને તપાસ શરૂ કરી છે કે દુર્ઘટના ધુમ્મસના કારણે ઘટી કે પછી કારની ગતિના કારણે?

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now