Home Automobile Every Third Indian Wants To Buy Electric Vehicle

દર ત્રણમાંથી એક વ્યક્તિ EV લેવીની રાખે છે ઈચ્છા : શું છે 2030નો સરકારનો લક્ષ્ય?

દર ત્રણમાંથી એક વ્યક્તિ EV લેવીની રાખે છે ઈચ્છા
Published by: OBS Bureau
Last Updated: Jan 25, 2025, 04:18 AM IST

ભારતમાં હવે ઈલેક્ટ્રિક કારની માગ ઝડપથી વધી રહી છે. આ જ કારણ છે કે કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ ઈલેક્ટ્રિક સેગમેન્ટમાં ઘણી કાર લૉન્ચ કરી રહી છે. હવે ઈલેક્ટ્રિક કાર અંગે એક નવો રિપોર્ટ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં દર ત્રણમાંથી એક વ્યક્તિ ઇલેક્ટ્રિક કાર પસંદ કરે છે. જેમા મહિલાઓ વધુ છે.

આટલા લોકો EV ખરીદવા માગે છે
ગૂગલ અને BCG તરફથી રજૂ કરાયેલ થિંક મોબિલિટી રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતના ઓટોમોટિવ માર્કેટમાં ગ્રોથ જોવા મળ્યો છે. બીજી તરફ, યુએસ, સ્વિટ્ઝર્લેન્ડ અને ડેનમાર્કમાં પહેલેથી વિકાસ દર ઉંચો છે. રિપોર્ટ્સ અનુસાર, 36 ટકા ગ્રાહકો તેમની નવી કાર ઇલેક્ટ્રિક ખરીદવાનું વિચારે છે.

ઈલેક્ટ્રિક વાહનો પર સતત ભાર આપવામાં આવે છે
ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણ પર સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) દ્વારા સસ્ટેનેબિલિટી સર્ક્યુલારિટી પર ત્રીજી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર રહ્યાં. તેમણે કહ્યું કે ઈક્ટ્રિક વાહનો CO2 ઉત્સર્જનને ઘણી હદ સુધી ઘટાડી શકે છે.

સાથે જ, શુદ્ધ શૂન્ય ઉત્સર્જન લક્ષ્ય સુધી પહોંચવા માટે ઓટો ઉદ્યોગને 2030 સુધીમાં 50% વેચાણનું લક્ષ્ય રાખવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રીનું કહેવું છે કે ભારત હવે કેટલાક દેશો કરતાં વધુ કારનું વેચાણ કરે છે. ભારતમાં 2024માં ઈલેક્ટ્રિક કારના વેચાણમાં વધારો થયો છે. ગત વર્ષે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 20 ટકાનો વધારો થયો હતો. ,

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now