Home Tech/Gadgets Even The Latest Iphone Will Be Out Of Luck In Front Of These Features Of Samsung The First One Is Amazing

Samsung-iPhone યૂઝર્સ ખાસ જાણે! : Samsung ના આ ફીચર્સની સામે લેટેસ્ટ iPhone પણ ભરે છે પાણી! પહેલાવાળું તો છે જોરદાર

Samsung-iPhone યૂઝર્સ ખાસ જાણે!
Published by: OBS Bureau
Last Updated: Feb 13, 2025, 02:29 PM IST

Samsung vs iPhone: સેમસંગ હાલમાં પોતાની પ્રીમિયમ સીરિઝ Samsung Galaxy S25 લોન્ચ કરી છે. આ સીરિઝની સીધી સરખામણી iPhone સાથે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા ફીચર્સ છે જે તમને Appleની લેટેસ્ટ iPhone સીરિઝ એટલે કે iPhone 16માં પણ નહીં મળે. જો કે બંને ડિવાઈસ તેમની ગુણવત્તા અને કેટલાક ખાસ ફીચર્સ માટે જાણીતા છે, પરંતુ આજે આપણે એવા બે ફીચર્સ વિશે જાણીશું જે લેટેસ્ટ આઈફોન ખરીદનારા યુઝર્સ પાસે પણ નથી. આવી સ્થિતિમાં સેમસંગ યુઝર્સ આ ફીચર્સનો લાભ લઈ શકે છે. ચાલો જાણીએ આ બંને વિશેષતાઓ વિશે.

ઈરેજ શેડો ફીચર (Erase Shadow)
આ સુવિધા ફક્ત સેમસંગ ડિવાઈસોમાં જ ઉપલબ્ધ છે. જ્યારે તમે ફોટામાં આઇ શેડો દૂર કરવા માંગતા છો ત્યારે આ ઉપયોગી સાબિત થાય છે. આમાં તમે ઑબ્જેક્ટ ઇરેઝર ફીચરનો ઉપયોગ કરી શકો છો. આ સુવિધા ઈમેજનું વિશ્લેષણ કરે છે અને આપમેળે પડછાયાઓ અને પ્રકાશ બીમને દૂર કરે છે. જો કે, આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

આ માટે તમારે સૌથી પહેલા ગેલેરી એપ પર જવું પડશે.
પછી તમે જે ફોટો એડિટ કરવા માંગો છો તેને પસંદ કરો.
એડિટ આઇકન પર ટેપ કરો.
પછી મોર સેટિંગ્સ આઇકોન પર ટેપ કરો.
અહીં ઓબ્જેક્ટ ઇરેઝર પર ટેપ કરો.
હવે ઇરેઝ શેડો પર ટેપ કરો.
છેલ્લે Done પર ક્લિક કરો.

પામ સ્વાઇપ (Palm Swipe)
સેમસંગ તેના ગ્રાહકો માટે પામ સ્વાઇપ વિકલ્પ લાવ્યું છે, જેથી તમે તમારી હથેળીને સ્વાઇપ કરીને સરળતાથી સ્ક્રીનશોટ લઈ શકો. આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે સેટિંગ્સમાં કેટલાક ફેરફાર કરવા પડશે.

આ માટે સૌથી પહેલા સેટિંગ્સ ઓપ્શન પર જાઓ.
હવે Advanced Features વિકલ્પ પર ક્લિક કરો.
પછી મોશન અને જેસ્ચર ઓપ્શન પર ટેપ કરો.
અહીં Palm Swipe Capture ને ઈનેબલ કરો.
હવે સ્ક્રીનશૉટ લેવા માટે સ્ક્રીનના એક કિનારેથી બીજી તરફ સ્વાઇપ કરો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now