દેશના કરોડો કર્મચારીઓ માટે Employees’ Provident Fund Organisation (EPFO) ટૂંક સમયમાં મોટી ડિજિટલ સુવિધા શરૂ કરવાની તૈયારીમાં છે. હવે PF બેલેન્સ ચેક કરવા, ક્લેમ સ્ટેટસ જાણવા અથવા છેલ્લાં પાંચ ટ્રાન્ઝેક્શન જોવા માટે વારંવાર વેબસાઇટ અથવા એપ ખોલવાની જરૂર નહીં રહે. મીડિયા રિપોર્ટ્સ મુજબ EPFO ટૂંક સમયમાં WhatsApp આધારિત નવી સેવા શરૂ કરી શકે છે, જેમાં યુઝર્સ માત્ર “Hello” મેસેજ મોકલી પોતાના PF એકાઉન્ટની મહત્વપૂર્ણ માહિતી મેળવી શકશે.
આજના સમયમાં લગભગ દરેક સ્માર્ટફોન યુઝર WhatsAppનો ઉપયોગ કરે છે. એવા સમયમાં EPFOની આ પહેલ કરોડો કર્મચારીઓ માટે વધુ સરળ અને ઉપયોગી સાબિત થઈ શકે છે. ખાસ કરીને PF સંબંધિત માહિતી મેળવવાની પ્રક્રિયા પહેલાથી વધુ ઝડપી અને સરળ બનશે. હાલ PFની માહિતી મેળવવા માટે UAN પોર્ટલ, UMANG એપ અથવા EPFOની સત્તાવાર વેબસાઇટ પર લોગિન કરવું પડે છે, પરંતુ નવી સુવિધા શરૂ થયા બાદ આ તમામ માહિતી થોડા જ સેકન્ડમાં WhatsApp મારફતે ઉપલબ્ધ થઈ શકે છે.
EPFO 3.0 અંતર્ગત ડિજિટલ સેવાઓ પર ભાર
કેન્દ્ર સરકાર EPFO 3.0 હેઠળ PF સેવાઓને વધુ ડિજિટલ અને યુઝર-ફ્રેન્ડલી બનાવવા માટે સતત કામ કરી રહી છે. WhatsApp આધારિત સેવા પણ આ જ પ્રયાસનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહી છે. ભવિષ્યમાં PF સંબંધિત અન્ય ઘણી સેવાઓ પણ WhatsApp મારફતે ઉપલબ્ધ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
રિપોર્ટ્સ અનુસાર, EPFO એક સત્તાવાર WhatsApp નંબર જાહેર કરશે, જ્યાં યુઝર્સને માત્ર “Hello” મેસેજ મોકલવો પડશે. ત્યારબાદ ઓટોમેટેડ ચેટબોટ અથવા AI આધારિત સિસ્ટમ યુઝરને વિવિધ વિકલ્પો બતાવશે. તેમાં PF Balance Check, Claim Status, Transaction History જેવી સેવાઓ ઉપલબ્ધ રહેશે. આ સેવા બેંકો દ્વારા આપવામાં આવતી WhatsApp બેન્કિંગ સુવિધાની જેમ કામ કરી શકે છે.
આ પણ વાંચો: Zero FIR શું છે? : મહિલાઓ અને પીડિતો માટે કેમ મહત્વપૂર્ણ? જાણો તેનો અર્થ, ફાયદા અને કાનૂની અધિકાર
તરત જાણી શકશો PF બેલેન્સ અને ટ્રાન્ઝેક્શન
નવી WhatsApp સેવા શરૂ થયા બાદ યુઝર્સ પોતાના PF ખાતાનું બેલેન્સ તરત જાણી શકશે. ઉપરાંત છેલ્લા પાંચ ટ્રાન્ઝેક્શનની માહિતી પણ મળી રહેશે. એટલે કે એકાઉન્ટમાં ક્યારે રકમ જમા થઈ, કેટલી થઈ અથવા કોઈ ઉપાડ થયો કે નહીં તેની માહિતી સરળતાથી જોઈ શકાશે.
હાલ ઘણા કર્મચારીઓ PF બેલેન્સ ચેક કરવા માટે SMS સેવા, મિસ્ડ કોલ સુવિધા અથવા UMANG એપનો ઉપયોગ કરે છે. EPFO પહેલાથી જ મિસ્ડ કોલ અને SMS આધારિત સુવિધા આપી રહ્યું છે, પરંતુ WhatsApp સેવા વધુ સરળ અને લોકપ્રિય બની શકે છે કારણ કે મોટાભાગના લોકો પહેલેથી જ WhatsApp નો રોજિંદો ઉપયોગ કરે છે.
Claim Status ટ્રેક કરવું બનશે સરળ
PF ઉપાડ માટે અરજી કર્યા બાદ સૌથી મોટી ચિંતા Claim Status અંગે રહેતી હોય છે. ઘણા લોકો વારંવાર વેબસાઇટ ખોલીને તપાસતા હોય છે કે ક્લેમ મંજૂર થયો કે નહીં અને રકમ ક્યારે મળશે. નવી WhatsApp સેવા શરૂ થયા બાદ આ પ્રક્રિયા ઘણી સરળ બની શકે છે.
યુઝર્સ સીધા WhatsApp ચેટમાં જઈ પોતાના ક્લેમની હાલની સ્થિતિ જાણી શકશે. તેમાં ક્લેમ પ્રોસેસમાં છે, મંજૂર થઈ ગયો છે કે રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ છે જેવી માહિતી તરત મળી શકશે. આથી સમય બચશે અને યુઝર અનુભવ પણ વધુ સારો બનશે.
અલગ એપ કે વેબસાઇટની જરૂર નહીં રહે
WhatsApp પહેલેથી જ લોકોના રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. તેથી PF સંબંધિત માહિતી મેળવવા માટે અલગ એપ ડાઉનલોડ કરવાની અથવા વેબસાઇટ યાદ રાખવાની જરૂર નહીં રહે. ખાસ કરીને ટેક્નોલોજી વિશે ઓછી જાણકારી ધરાવતા લોકો માટે આ સેવા ખૂબ મદદરૂપ બની શકે છે.
જોકે EPFO દ્વારા આ સેવા ક્યારે સત્તાવાર રીતે શરૂ થશે તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની તૈયારી ઝડપી ગતિએ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આ સુવિધા લોન્ચ થઈ શકે છે.
આ પણ વાંચો: બેંક ખાતામાં આવી ગયા ભૂલથી રૂપિયા? : એક ભૂલ અને લાગી શકે છે 60 ટકા ટેક્સ અને પેનલ્ટીનો ઝટકો
ડિજિટલ ઈન્ડિયાને મળશે વધુ મજબૂતી
વિશેષજ્ઞોનું માનવું છે કે WhatsApp આધારિત EPFO સેવા ડિજિટલ ઈન્ડિયા અભિયાનને વધુ મજબૂત બનાવશે. સરકારી સેવાઓને મોબાઇલ આધારિત અને સરળ બનાવવાના પ્રયાસોમાં આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો આ સેવા સફળ રહે તો ભવિષ્યમાં PAN, પેન્શન અથવા અન્ય સરકારી સેવાઓ પણ વધુ સરળ રીતે WhatsApp મારફતે ઉપલબ્ધ થઈ શકે છે.





