Home Business Epfo Personal Details Changing Made Easy

EPFOના સભ્યો માટે ખુશખબર : હવે નામ-સરનામું બદલવું થયું સરળ, નહીં કરવી પડે લાંબી માથાકૂટ

EPFOના સભ્યો માટે ખુશખબર
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2025, 01:59 PM IST

ઈમ્પલોયી પ્રોવિડન્ટ ફન્ડ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈપીએફઓ કર્મચારીને અનેક સુવિધાઓ આપે છે. જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. હવે તમે ઈપીએફઓમાં તમારી વ્યક્તિગત જાણકારીને સરળતાથી સુધારી શકશો. આ માટે તમારે લાંબી કડાકૂટ નહીં કરવી પડે.આ માહિતી શનિવારે કેન્દ્રીય મંત્રીએ આપી હતી. સરકારે EPFO ​​માં સુધારા લાગુ કર્યા છે, જેના પછી સભ્યો EPFO ​​ના ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને પોતાની વ્યક્તિગત માહિતી સરળતાથી બદલી શકશે.

સભ્ય ખુદ કરી શકશે ફેરફાર

આ વિશે માહિતી આપતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, ઈપીએફઓના 10 કરોડથી વધુ લાભાર્થી છે. જ્યારે પણ કોઈને માહિતી બદલવી હોય તો તેમને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. જે હવે સરળ કરવામાં આવી રહી છે. ઈપીએફઓમાં નવા ફેરફારો લાગૂ કરવામાં આવે છે. જે બાદ સભ્યો બહારના કોઈને મદદ વિના સરળતાથી પોતાની માહિતી બદલી શકશે.

EPFOમાં નામ અને સરનામા સહિતની માહિતીમાં ફેરફાર કરવો હોય તો તેની પ્રક્રિયા ખૂબ જ લાંબી હતી અને આ મામલે સરકારને અનેક ફરિયાદો મળી હતી. આવી લગભગ 8 લાખ ફરિયાદો સરકાર પાસે આવી હતી.જેના સમાધાન માટે સરકાર નવું માળખું લાગૂ કરવા જઈ રહી છે. આ સાથે સરકાર EPFOમાં કર્મચારીઓના જે પૈસા છે તેને ઉપાડવાની પ્રક્રિયાને પણ સરળ બનાવવા પર વિચાર કરી રહી છે.

આ નવી સિસ્ટમથી લાભાર્થીઓ કોઈપણ બેંકમાંથી પેન્શન ઉપાડી શકશે. ઉપરાંત, પેન્શન શરૂ કરતી વખતે, લાભાર્થીને ચકાસણી માટે બેંક જવાની જરૂર રહેશે નહીં. આ પગલું એવા પેન્શનરો માટે રાહતરૂપ બનશે જેઓ નિવૃત્તિ પછી પોતાના વતન જાય છે અને બાકીનું જીવન ત્યાં વિતાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now