Home Automobile Elon Musk Tesla Electric Vehicle 21 Lakh Rupees April 2025 Car Launching India Company First Car

21 લાખથી ઓછી કિંમતમાં : ટેસ્લા લાવી શકે છે ભારતમાં કાર

21 લાખથી ઓછી કિંમતમાં
Published by: OBS Bureau
Last Updated: Feb 21, 2025, 05:56 AM IST

TESLAના ભારતમાં આવવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી, હવે કંપની ટૂંક સમયમાં ભારતમાં આવવા જઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર TESLAની એન્ટ્રી આ વર્ષે એપ્રિલ 2025માં થઈ શકે છે. અત્યાર સુધી એવો અંદાજ લગાવવામાં આવતો હતો કે જો TESLA ભારતમાં આવશે તો તેની કિંમત કરોડ રૂપિયામાં હશે, પરંતુ એવું નથી. કંપની ભારતમાં પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર 21 લાખ રૂપિયાથી ઓછી કિંમતે લાવી શકે છે.

ભારતમાં TESLA કારની કિંમત શું હશે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, TESLAની ભારતમાં એન્ટ્રી એપ્રિલ 2025માં થઈ શકે છે. TESLA બર્લિનમાં તેના પ્લાન્ટમાંથી ઇલેક્ટ્રિક કારની આયાત કરવાનું અને તેને ભારતમાં વેચવાનું વિચારી રહી છે. TESLA અને મસ્ક ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને 25,000 ડોલર (આશરે 21 લાખ રૂપિયા)ની અંદર લાવનારા પ્રથમ હશે.

BCDને 100%થી વધારીને 70% કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, TESLA દિલ્લીમાં એરોસિટી અને મુંબઈમાં બીકેસી ખાતે શોરરૂમ નક્કી કરી રહી છે. આ સાથે કંપનીએ જોબ માટે પણ જાહેરાત શરૂ કરી છે. જોબ પ્રોફાઇલમાં સ્ટોર મેનેજર, સર્વિસ ટેકનિશિયન અને સર્વિસ એડવાઇઝરનો સમાવેશ થાય છે.
બજેટમાં 40 હજારથી વધુ કિંમતની આયાતી કાર પર બેઝિક કસ્ટમ્સ ડ્યુટી (BCD) 100 ટકાથી ઘટાડીને 70 ટકા કરવામાં આવી છે. આનો સીધો અર્થ એ છે કે 40 હજાર ડોલર સુધીની કિંમતની કાર પર અસરકારક BCD 70 ટકા સુધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now