Renault Triber : ભારતીય રસ્તાઓ પર મધ્યમ વર્ગના પરિવારો માટે 7 સીટર કાર હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહી છે. રેનો ઈન્ડિયાએ આ જરૂરિયાતને સમજીને પોતાની લોકપ્રિય MPV Renault Triber નું નવું 2026 મોડલ લોન્ચ કરી દીધું છે. આ કાર તેની ઓછી કિંમત અને વધુ જગ્યા માટે જાણીતી છે. કંપનીએ આ વખતે ગ્રાહકોના પ્રતિસાદને ધ્યાનમાં રાખીને કારમાં એવા ફીચર્સ ઉમેર્યા છે, જે સામાન્ય રીતે મોંઘી ગાડીઓમાં જોવા મળે છે. બજેટ સેગમેન્ટમાં આ કાર હવે પહેલા કરતાં વધુ મજબૂત બનીને ઉતરી છે.
Renault Triber ની નવી કિંમત અને વેરિઅન્ટ્સ
નવી 2026 Renault Triber ની સૌથી મોટી ખાસિયત તેની કિંમત છે. કંપનીએ આ કારને ₹5.80 લાખની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમતે બજારમાં ઉતારી છે. આ કાર મુખ્યત્વે ચાર અલગ-અલગ વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં Authentic, Evolution, Techno અને Emotion નો સમાવેશ થાય છે. તેના ટોપ મોડલની કિંમત ₹8.48 લાખ સુધી પહોંચે છે. Renault એ ખાસ કરીને એન્ટ્રી અને મિડ-લેવલના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કિંમતોમાં ખૂબ જ ઓછો વધારો કર્યો છે જેથી સ્પર્ધામાં ટકી શકાય.
Renault Triber નું આકર્ષક અને આધુનિક ઇન્ટિરિયર
કારની અંદર પ્રવેશતા જ તમને ફેરફાર જોવા મળશે. કંપનીએ કેબિનને વધુ પ્રીમિયમ બનાવવા માટે ડ્યુઅલ-ટોન ફિનિશ ધરાવતું નવું ડેશબોર્ડ આપ્યું છે. મનોરંજન માટે 8-ઇંચની ફ્લોટિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે એટલે કે, હવે વાયર વગર ફોન કનેક્ટ કરી શકાશે. આ ઉપરાંત સેન્ટર કન્સોલને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યો છે જેથી ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઇવરને જરૂરી બટનો અને સામાન રાખવાની જગ્યા સરળતાથી મળી રહે.
Renault Triber ના વેરિઅન્ટ મુજબ નવા અપડેટ્સ
કંપનીએ દરેક મોડલમાં નવા ફીચર્સનો ઉમેરો કર્યો છે. ‘ઇવોલ્યુશન’ વેરિઅન્ટમાં હવે સ્ટીયરિંગ વ્હીલ પર જ કંટ્રોલ બટન્સ આપવામાં આવ્યા છે સાથે જ ડે-નાઇટ IRVM અને પાછળની સીટ માટે કેબિન લેમ્પની સુવિધા છે. ‘ટેક્નો’ વેરિઅન્ટમાં કમ્ફર્ટ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે જેમાં ડ્રાઇવર આર્મરેસ્ટ, હાઇટ એડજસ્ટેબલ સીટ, પાછળનો ડિફોગર અને ત્રીજી લાઇન માટે પાવર સોકેટ આપવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, તેના ટોપ વેરિઅન્ટ ‘ઇમોશન’ માં સેગમેન્ટમાં પહેલીવાર ‘ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ’ ફીચર ઉમેરવામાં આવ્યું છે.
Renault Triber નું એન્જિન પાવર અને પરફોર્મન્સ
પરફોર્મન્સની વાત કરીએ તો, નવી ટ્રાઇબરમાં કોઈ મિકેનિકલ ફેરફાર કરવામાં આવ્યો નથી. Renault Triber માં 1.0-લિટરનું ત્રણ-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 72hp નો પાવર અને 96Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન શહેરના ટ્રાફિક અને હાઇવે પર ફેમિલી ટ્રિપ માટે પૂરતું છે. ગ્રાહકોને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સનો ઓપ્શન મળે છે જ્યારે જેમને ક્લચ વગર ગાડી ચલાવવી પસંદ છે તેમના માટે AMT (ઓટોમેટિક) નો ઓપ્શન પણ ટોપ મોડલમાં આપવામાં આવ્યો છે.





