Home International Elon Musk Spacex Starship Test Failure

SPACEXના સ્ટારશિપ ટેસ્ટ ફેઈલ : કાટમાળના કારણે અનેક ફ્લાઈટ્સ લેટ અને ડાઈવર્ટ

SPACEXના સ્ટારશિપ ટેસ્ટ ફેઈલ
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2025, 06:45 PM IST

ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે ગુરુવારે તેના સ્ટારશિપ રોકેટની સાતમી ટેસ્ટ ફ્લાઈટ લોન્ચ કરી હતી. જેને લઈને સૌ કોઈ ખુશ હતા. પરંતુ આ લૉન્ચ પછી સ્ટારશિપ રોકેટ બૂસ્ટરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.
સ્પેસએક્સે પુષ્ટિ કરી કે તેમનો રોકેટ સાથે સંપર્ક તૂટી ગયો હતો. જેના કારણે આખો સ્ટારશિપ પ્રોગ્રામ ફેલ ગયો છે. આ બ્લાસ્ટના કારણે આકાશમાં આગના ગોળા જોવા મળ્યા હતા. જેના કારણે એર ટ્રાફિકને અસર થઈ છે.

મસ્કે શેર કર્યો વીડિયો
ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો અને લખ્યું 'સફળતા અનિશ્ચિત છે, પણ મનોરંજનની સંપૂર્ણ ગેરંટી છે'. આ સ્ટારશિપની સાતમી ટેસ્ટ ફ્લાઇટ હતી, જેને NASA ભવિષ્યમાં ચંદ્ર પર અવકાશયાત્રીઓનાં ઉતારવા માટે રિઝર્વ રાખવામાં આવી છે. મસ્કનું સપનું છે કે આ રોકેટ એક દિવસ મનુષ્યને મંગળ પર લઈ જશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક