Home Automobile Electric Or Hybrid Car Which Is More Beneficial For You

ઈલેક્ટ્રિક કે હાઈબ્રિડ કાર? : તમારા માટે કઈ વધુ લાભદાયક?

ઈલેક્ટ્રિક કે હાઈબ્રિડ કાર?
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2025, 06:02 PM IST

આજના સમયમાં જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને પર્યાવરણની રક્ષા માટે પ્રદૂષણના નિયમો કડક બન્યા છે, ત્યારે કાર ખરીદવા ઇચ્છતા ગ્રાહકો માટે મોટો પ્રશ્ન ઉભો થયો છે – શું ઇલેક્ટ્રિક કાર ખરીદવી કે હાઇબ્રિડ?

ટેકનોલોજી અને માઇલેજનો તફાવત
ઇલેક્ટ્રિક વાહન (EV) ફક્ત બેટરી અને ઇલેક્ટ્રિક મોટર પર આધારિત હોય છે, જ્યારે હાઇબ્રિડ કારમાં ઈંધણ આધારિત એન્જિન તેમજ ઇલેક્ટ્રિક મોટર બંનેનો સંયુક્ત ઉપયોગ થાય છે.
ટોયોટા ઇનોવા હાઇક્રોસ અને મારુતિ ગ્રાન્ડ વિટારા જેવી હાઇબ્રિડ કાર 28 KMPL સુધી માઇલેજ આપે છે. જ્યારે ઇલેક્ટ્રિક કારનો રનિંગ ખર્ચ લગભગ ₹1 પ્રતિ કિમી સુધી ઓછો પડે છે.

પર્યાવરણ અને ચાર્જિંગ સુવિધા
પર્યાવરણીય દૃષ્ટિએ, ઇલેક્ટ્રિક કાર “શૂન્ય ટેલપાઇપ ઉત્સર્જન” ધરાવે છે, જેને કારણે તેને સંપૂર્ણ રીતે ક્લિન એનર્જી વાહન માનવામાં આવે છે. બીજી બાજુ, હાઇબ્રિડ કાર ઈંધણનો ઉપયોગ કરતી હોવાથી થોડી માત્રામાં ધુમાડો ઉત્પન્ન કરે છે.
હાલમાં શહેરોમાં EV માટે ચાર્જિંગ સ્ટેશનો વધી રહ્યા છે, પરંતુ નાના શહેરોમાં હજુ પણ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નબળું છે. હાઇબ્રિડ કારમાં ચાર્જિંગની જરૂર નથી અને ગમે ત્યાંથી પેટ્રોલ મેળવી શકાય છે.

કિંમત અને જાળવણી ખર્ચ
ઇલેક્ટ્રિક કારની શરૂઆતની કિંમત અંદાજે ₹9 લાખથી શરૂ થાય છે, જ્યારે હાઇબ્રિડ મોડેલો ₹15 થી ₹22 લાખની વચ્ચે છે. EVs માં એન્જિન કે ગિયરબોક્સ નહોતાં હોવાથી જાળવણી ખર્ચ ઓછો હોય છે, પણ બેટરી ખરાબ થાય તો બદલવા ભારે ખર્ચ થાય છે. હાઇબ્રિડ કારમાં બંને સિસ્ટમ હોવાથી થોડી વધુ જાળવણીની જરૂર પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now