Home National Election Commission Bjps Stamp Controversy Kerala News

ચૂંટણી પંચના ઓફિશિયલ લેટર પર કેરળ ભાજપનો સિક્કો : વિપક્ષી પાર્ટીઓએ નિષ્પક્ષતા સામે ઉઠાવ્યા ગંભીર સવાલ

ચૂંટણી પંચના ઓફિશિયલ લેટર પર કેરળ ભાજપનો સિક્કો
Published by: OBS Bureau
| Last Updated: Mar 23, 2026, 04:31 PM IST

કેરળ અને અન્ય રાજ્યોમાં યોજાનારી મતદાનની પ્રક્રિયા પૂર્વે જ એક મોટા રાજકીય વિવાદે જોર પકડ્યું છે. સોશિયલ મીડિયામાં Election Commissionનો એક જૂનો પત્ર વાયરલ થઈ રહ્યો છે જેમાં નવાઈની વાત એ છે કે તેના પર Kerala BJPની સત્તાવાર મહોર લાગેલી જોવા મળી છે. આ ઘટના સામે આવ્યા બાદ દેશભરમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. સૌથી પહેલા CPIM દ્વારા આ દસ્તાવેજ જાહેર કરીને ચૂંટણી પંચની કાર્યશૈલી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા જે બાદ કોંગ્રેસ અને TMC જેવી પાર્ટીઓએ પણ પંચની નિષ્पक्षતા પર આશંકા વ્યક્ત કરી છે. વધતા વિવાદને જોતા હવે પંચ તરફથી સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે.

CPIM દ્વારા શેર કરવામાં આવેલા આ દસ્તાવેજમાં 19 March 2019ના રોજ ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા પત્ર સાથે જોડાયેલા એફિડેવિટ પર ભાજપનો સિક્કો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. ડાબેરી પક્ષે સવાલ કર્યો હતો કે શું હવે પંચ અને ભાજપ બંને એક જ કેન્દ્રથી સંચાલિત થઈ રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું હતું કે બંધારણીય સંસ્થા પાસે કોઈ રાજકીય પક્ષનો સિક્કો કેવી રીતે પહોંચી શકે.

ચૂંટણી પંચે સ્વીકારી ભૂલ અને કરી કાર્યવાહી

આ મામલે સ્પષ્ટતા કરતા Election Commission દ્વારા જણાવવામાં આવ્યું છે કે મલયાલમ ન્યૂઝ ચેનલો પર જે પત્ર પ્રસારિત થઈ રહ્યો છે તેની તેમને જાણકારી મળી છે. CEO ઓફિસના જણાવ્યા અનુસાર આ માત્ર એક Clerical Error હતી જેને ધ્યાનમાં આવતા જ સુધારી લેવામાં આવી હતી. પંચે સમજાવ્યું કે ભાજપ દ્વારા તાજેતરમાં એક જૂની ગાઈડલાઈનની નકલ જમા કરાવવામાં આવી હતી જેના પર તેમનો સિક્કો લાગેલો હતો અને ભૂલથી તે જ નકલ અન્ય પાર્ટીઓને મોકલી દેવામાં આવી હતી. આ બેદરકારી બદલ CEO ઓફિસના એક Assistant Section Officerને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

વિપક્ષે પંચને ભાજપની B ટીમ ગણાવી

આ ઘટનાક્રમ બાદ કોંગ્રેસ નેતા પવન ખેડાએ કટાક્ષ કરતા પૂછ્યું હતું કે શું અગાઉની ચૂંટણીઓના પરિણામો પણ આવી જ કોઈ Clerical Errorનું પરિણામ હતા. TMC સાંસદ મહુઆ મોઈત્રાએ પણ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે પંચે હવે સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે કે તેઓ ભાજપની B Team તરીકે કામ કરી રહ્યા છે. કોંગ્રેસે X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે આ કોઈ સામાન્ય ભૂલ નથી પરંતુ ગંભીર શંકાનો વિષય છે. આ પ્રકારની ઘટનાઓથી લોકશાહીની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થાય છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે E20 પેટ્રોલની એન્ટ્રી: PM Modiએ ભારતની ઉર્જા સુરક્ષાની રણનીતિના કર્યા ભારોભાર વખાણ

પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે E20 પેટ્રોલની એન્ટ્રી

New ATM Rule: 1 એપ્રિલથી ATMના નિયમોમાં મોટો ફેરફાર: હવે QR કોડથી મળશે કેશ, ફ્રી લિમિટ પણ બદલાઈ!

New ATM Rule

લોકસભામાં 816 બેઠકો, જેમા 273 બેઠકો મહિલાઓ માટે અનામત: મહિલા અનામત કાયદામાં સંશોધનની તૈયારી

લોકસભામાં 816 બેઠકો, જેમા 273 બેઠકો મહિલાઓ માટે અનામત

8th Pay Commission: એરિયર પર શું છે મોટું અપડેટ?: કેન્દ્રીય કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર પર મોટા સમાચાર; જાણો સંપૂર્ણ વિગત

8th Pay Commission: એરિયર પર શું છે મોટું અપડેટ?