બુુધવારે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. જ્ય એકનાથાં શિંદેએ અજિત પવારને ટોણો મારતા ભારે હાસ્ય સર્જાયું હતું.
થયુ એમ કે, પત્રકાર પરિષદમાં પત્રકારે પૂછ્યું કે શું અજિત પવાર અને એકનાથ શિંદે પણ આવતીકાલે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે.
જવાબમાં શિંદેએ કહ્યું, 'અરે, હમણાં જ તો ફડણવીસે કહ્યું, મેં તમને સાંજ સુધી રાહ જોવાનું કહ્યું અને પછી હું તમને કહીશ.' શિંદે બોલી રહ્યા હતા ત્યારે અજિત પવારે અટકાવ્યા અને કહ્યું, 'શિંદે અંગે સાંજ સુધીમાં ખબર પડી જશે, હું તો કાલે શપથ લેવાનો છું.'
આના પર શિંદેએ કહ્યું, 'દાદા (અજિત)ને સાંજે અને સવારે શપથ લેવાનો અનુભવ છે.' ત્યાં જોરથી હાસ્ય થયું.






