થાઈલેન્ડ અને મ્યાનમારમાં ત્રાટકેલા 7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં મોટાપાયે વિનાશ સર્જાયો હતો. જેના કારણે બેંગકોકમાં નિર્માણાધીન એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઘટના બાદ થાઈલેન્ડમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોની સુરક્ષા માટે +66 618819218 નંબર જાહેર કર્યો છે.
ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં હતું અને તેની અસર બેંગકોક સહિત સમગ્ર થાઈલેન્ડમાં જોવા મળી હતી. ભૂકંપના કારણે બહુમાળી ઈમારતોના પૂલમાંથી પાણી વહેવા લાગ્યું અને ઘણી ઈમારતો પરથી કાટમાળ પડવા લાગ્યો. આ દરમિયાન લોકો ડરી ગયા અને બહાર દોડી ગયા. ભૂકંપ બાદ 6.4ની તીવ્રતાનો આફ્ટરશોક પણ નોંધાયો હતો, જેણે લઈને લોકોમાં ભયનો માહોલ છે.
ભારતીય દૂતાવાસે નંબર જાહેર કર્યા
બેંગકોકમાં ભારતીય દૂતાવાસે થાઈ અધિકારીઓ સાથે સંકલન કરીને પરિસ્થિતિ પર નજર રાખી અને માહિતી આપી કે અત્યાર સુધી કોઈ ભારતીય નાગરિકના જાનહાનિના સમાચાર નથી. બેંગકોક અને ચિયાંગ માઈમાં ભારતીય દૂતાવાસના તમામ સભ્યો સુરક્ષિત છે. સાથે જ ઈમરજન્સી નંબર પણ જારી કરવામાં આવ્યો હતો. થાઈલેન્ડમાં ભારતીય દૂતાવાસનું કહેવું છે કે જો કોઈ ભારતીય નાગરિક ક્યાંય પણ ફસાયેલો હોય તો તેઓ આ નંબર (+66 618819218) પર કૉલ કરી શકે છે.
Embassy of India, Bangkok (@IndiainThailand) tweets:
— All India Radio News (@airnewsalerts) March 28, 2025
After powerful #earthquake tremors were recorded in #Bangkok and in other parts of #Thailand, the Embassy is closely monitoring the situation in coordination with the Thai authorities.
So far, no untoward incident involving… pic.twitter.com/4FwuUoptFL
બેંગકોકમાં ચતુચક માર્કેટ પાસે એક નિર્માણાધીન બહુમાળી ઇમારત ધરાશાયી થતાં ભારે નુકસાન થયું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ક્રેન લગાવેલી ઈમારત અચાનક ધૂળના વાદળો સાથે ધરાશાયી થઈ ગઈ હતી. જો કે આ અકસ્માતમાં કેટલા લોકો ફસાયા છે તે અંગે કોઈ સ્પષ્ટ આંકડો નથી. પોલીસ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.






