E20 Petrol: કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, અત્યારે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાનો પ્રયોગ (એક્સપેરિમેન્ટ) ચાલી રહ્યો છે અને તેના પરિણામો આવતા વર્ષ સુધીમાં આવશે. સરકાર તરફથી આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે દેશમાં આ વિષય પર ભારે ચર્ચા ચાલી રહી છે કે પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણથી જૂની ગાડીઓને નુકસાન થઈ શકે છે.
સરકારે એવું કહીને આવી શંકાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે કે E20 પેટ્રોલથી મિકેનિકલ ડેમેજ (યાંત્રિક નુકસાન) થાય છે, તેવા કોઈ નક્કર પુરાવા ઉપલબ્ધ નથી. આ નીતિ ભારતની ઉર્જા સુરક્ષા, ખેડૂતો અને પર્યાવરણ માટે ફાયદાકારક સાબિત થશે. એટર્ની જનરલ આર. વેંકટરમણીએ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી પરની ચર્ચા દરમિયાન આ ટિપ્પણી કરી હતી, જેમાં કર્ણાટક હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે.
દુનિયામાં ખતમ થશે ડૉલરની ‘બાદશાહત’! : થવા જઈ રહ્યો છે મોટો ખેલ, ભારતને કેવી રીતે થશે ફાયદો?
BPCLની અરજી પર થઈ સુનાવણી
હાઈકોર્ટે પોતાના 23 જૂનના આદેશમાં, તેલ કંપનીઓ- BPCL, HPCL અને ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) ને ટેન્ડરને આખરી ઓપ આપતા પહેલાં ઇથેનોલ ફાળવણીમાં વધારો કરવાની માંગ કરતી એક ડિસ્ટિલરી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર વિચાર કરવા અને નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, BPCL એ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે હાઈકોર્ટના આદેશથી પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ મેળવવાના સરકારના વ્યાપક નીતિગત ઉદ્દેશ્ય પર અસર પડી શકે છે.
એટર્ની જનરલે જણાવ્યું કે, "સરકાર 20 ટકા ઇથેનોલ મિશ્રણનો પ્રયોગ કરી રહી છે. આવતા વર્ષ સુધીમાં આપણને તેના પરિણામો મળી જશે." સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો કે BPCL એ આ આદેશ સામે કર્ણાટક હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ (ખંડપીઠ) નો સંપર્ક કેમ ન કર્યો? તેના જવાબમાં એટર્ની જનરલે જણાવ્યું કે ઇથેનોલ સપ્લાયના કોન્ટ્રાક્ટ ઓક્ટોબર 2025માં પહેલાથી જ આખરી કરી દેવામાં આવ્યા હતા અને આવી જ અરજીઓ ઘણી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. તેમણે ઉમેર્યું, "આનાથી રાષ્ટ્રીય નીતિ પ્રભાવિત થશે."
મોંઘવારીનો માર! વધી શકે છે દૂધ, દાળ અને શાકભાજીના ભાવ : જાણો ચોમાસું કેવી રીતે બગાડશે રસોડાનું બજેટ?
એટર્ની જનરલે ટ્રાન્સફર પિટિશન દાખલ કરવાની પરવાનગી માંગી અને દલીલ કરી કે આ મુદ્દાનો ઉકેલ ઓક્ટોબર પહેલાં લાવવો જરૂરી છે, જ્યારે ઇથેનોલ સપ્લાય કોન્ટ્રાક્ટ્સના રિન્યુઅલ (નવીનીકરણ) નો સમય આવશે. તેમણે કહ્યું, "જો હું ડિવિઝન બેન્ચ સમક્ષ જાઉં અને પછી બીજી હાઈકોર્ટમાં જાઉં, તો તેમાં વિલંબ થશે."
સરકારે 2030 માટે શું ટાર્ગેટ રાખ્યો છે?
ભારતે નિર્ધારિત સમય કરતાં 5 વર્ષ પહેલાં જ ગયા વર્ષે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાનો પોતાનો ટાર્ગેટ હાંસલ કરી લીધો છે. તેલ કંપનીઓએ 1 એપ્રિલથી સમગ્ર દેશમાં ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલની સપ્લાય શરૂ કરી દીધી છે. સરકારે હવે 2030 સુધીમાં પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણને વધારીને 30 ટકા સુધી લઈ જવાનો ટાર્ગેટ રાખ્યો છે.





