Home Gujarat E Stamp Duty Government Gujarat Fine Employ Tax Building Offbeatstories

સ્ટેમ્પ ડ્યુટી સુધારા બિલ મંજુર : સરકારમાં ડ્યુટી જમાં નહીં કરાવો થશે રૂ.1 લાખનો દંડ

સ્ટેમ્પ ડ્યુટી સુધારા બિલ મંજુર
Published by: OBS Bureau
Last Updated: Apr 04, 2025, 03:53 PM IST

ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025' ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં હવેથી દંડની રકમ 200 રૂપિયાથી વધારીને 1 લાખ કરવામાં આવી છે. ત્યારે આ સુધારા બિલને રાજ્યપાલ દ્વારા સૈદ્ધાંતિક મુજુરી આપવામાં આવી છે. 

સ્ટેમ્પ ડ્યુટી સુધારા બિલ (સ્ટેમ્પ ડ્યૂટી એમેન્ડમેન્ટ બિલ) ને તાજેતરમાં ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958ની કલમ 62-ક(3) અને કલમ 9-એમાંના નિયમો હેઠળ સ્ટેમ્પ ડ્યુટીની ખોટી માહિતી આપવા અથવા સ્ટેમ્પ ડ્યુટી સાથે સંકળાયેલા અન્ય કર્મચારીએ કાયદેસર દ્રષ્ટિએ ખોટા કામ કરવાને લઈને દંડની સજાનું પ્રસ્તાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

જેમાં મુખ્યત્વે ફેરફારમાં જો કોઈ વ્યક્તિ સ્ટેમ્પ ડ્યુટીની સાચી જોગવાઈઓનું પાલન નથી કરતી, ડ્યુટી વસૂલી અને સરકારમાં જમા કરવામાં નિષ્ફળ જાય છે, અથવા ખોટી માહિતી આપે છે, તો તેને દંડ આપવામાં આવશે. અગાઉ આ દંડ 200 રૂપિયા હતો, પરંતુ હવે આ દંડની રકમ વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.

આ ફેરફાર રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટીના અમલમાં કડકતા લાવવા માટે અને અવ્યાખ્યાયિત અથવા ખોટી માહિતી આપતા લોકો પર નિયંત્રણ મૂકવા માટે કરવામાં આવ્યો છે.

આ વ્યવસ્થા સાથે પ્રકારના દસ્તાવેજો પર યોગ્ય રીતે સ્ટેમ્પ ડ્યુટીનાં વસૂલવા અને તેમને સરસ રીતે નોધવી જરૂરી છે. જે લોકો આ નિયમનો ઉલ્લંઘન કરશે, તેઓ પર આ દંડ લાગુ પડશે.

આ ફેરફાર સ્ટેમ્પ ડ્યુટીની યોગ્ય અમલદારી અને કાયદેસર અસરકારકતા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે, જે રાજ્યની નાણાકીય સ્થિતિ અને સંરક્ષણ માટે જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now