Home Gujarat E Registration Of Land And Property Will Now Be Expensive

જમીન-મિલકતનું ઈ-રજિસ્ટ્રેશન હવે થશે મોંઘું! : પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે, મહેસૂલ વિભાગનું નોટિફિકેશન જાહેર

જમીન-મિલકતનું ઈ-રજિસ્ટ્રેશન હવે થશે મોંઘું!
Published by: OBS Bureau
Last Updated: Feb 05, 2026, 05:23 AM IST

રાજ્યમાં જમીન અને મિલકતના ઈ-રજિસ્ટ્રેશન કરાવવાનું હવે મોંઘું બન્યું છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા નોટિફિકેશન અનુસાર, હવે ઈ-રજિસ્ટ્રેશન કરાવતા દરેક દસ્તાવેજ માટે રૂ.100 પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. આ નિર્ણયથી રાજ્યભરમાં મિલકત ખરીદ-વેચાણ કરનારા નાગરિકો પર વધારાનો નાણાકીય ભાર પડશે.

ઈ-રજિસ્ટ્રેશન દસ્તાવેજ માટે ફરજિયાત રીતે રૂ.100 પ્રોસેસિંગ ફી વસૂલવામાં આવશે

પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્યના મહેસૂલ વિભાગે રજિસ્ટ્રેશન અધિનિયમ, 1908 હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને આ નોટિફિકેશન જાહેર કર્યું છે. સરકાર દ્વારા અગાઉ 3 ઓગસ્ટ 1987ના રોજ જાહેર કરાયેલા ફી ટેબલમાં સુધારો કરીને આ નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે. આ સુધારા અંતર્ગત હવે દરેક ઈ-રજિસ્ટ્રેશન દસ્તાવેજ માટે ફરજિયાત રીતે રૂ.100 પ્રોસેસિંગ ફી વસૂલવામાં આવશે.

“ઈ-રજિસ્ટ્રેશન માટે પ્રોસેસિંગ ફી”

ફી ટેબલમાં ક્રમાંક 29 તરીકે “ઈ-રજિસ્ટ્રેશન માટે પ્રોસેસિંગ ફી” નામે નવો આર્ટિકલ ઉમેરવામાં આવ્યો છે. આ જોગવાઈના અમલથી જમીન-મિલકતના તમામ પ્રકારના ઈ-રજિસ્ટ્રેશન દસ્તાવેજો પર આ ફી લાગુ પડશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવશે. નોટિફિકેશનને ગુજરાત સરકારના એક્સ્ટ્રા ઓર્ડિનરી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવાની સાથે સાથે તેને ઈ-પબ્લિશ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. ઉપરાંત, નોટિફિકેશનનો ગુજરાતી ભાષામાં અનુવાદ થયા બાદ તેની આવૃત્તિ પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ નવી જોગવાઈથી રાજ્યમાં ઈ-રજિસ્ટ્રેશન પ્રક્રિયા વધુ વ્યવસ્થિત બનશે તેમ સરકારનું માનવું છે, જોકે સામાન્ય નાગરિકો માટે રજિસ્ટ્રેશન ખર્ચમાં વધારો થવાનો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર