Which SUV Is The Best : ભારતીય ઓટોમોબાઇલ બજારમાં મિડ-સાઇઝ SUV સેગમેન્ટ સતત વિસ્તરી રહ્યો છે અને રોજિંદા ઉપયોગ માટે આરામદાયક, ફીચરથી ભરપૂર તથા સારી માઇલેજ આપતી કારોની માંગ પણ વધી રહી છે. આવા સમયે Nissanએ પોતાની નવી Tekton SUV લોન્ચ કરીને Hyundai Creta, Renault Duster, Kia Seltos, Maruti Suzuki Grand Vitara, Toyota Hyryder, Honda Elevate, Skoda Kushaq અને Volkswagen Taigun જેવી લોકપ્રિય SUVને સીધી ટક્કર આપી છે. જો તમે દરરોજ ઓફિસ જવા-આવવા માટે નવી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો અને Renault Duster, Hyundai Creta અને Nissan Tekton વચ્ચે પસંદગી કરવામાં મૂંઝવણ અનુભવો છો, તો કિંમત, એન્જિન, પરફોર્મન્સ અને ફીચર્સના આધારે આ સરખામણી તમારા માટે ઉપયોગી બની શકે છે.
કિંમતમાં કોનો હાથ ઉપર?
પ્રારંભિક કિંમતની વાત કરીએ તો Nissan Tektonની એક્સ-શોરૂમ કિંમત 10.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. Renault Duster પણ લગભગ સમાન શરૂઆતની કિંમતે ઉપલબ્ધ છે. બીજી તરફ Hyundai Cretaની શરૂઆતની કિંમત અંદાજે 10.91 લાખ રૂપિયા છે. એટલે કે, એન્ટ્રી-લેવલ ખરીદદારો માટે Tekton અને Duster થોડા વધુ બજેટ-ફ્રેન્ડલી વિકલ્પ તરીકે સામે આવે છે.
આ પણ ખાસ વાંચો : મહિન્દ્રાએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો : એક જ ઝાટકે વધાર્યા SUVના ભાવ, થારથી બોલેરો સુધી જાણો નવી કિંમત
શહેરમાં રોજિંદા ડ્રાઇવિંગ માટે શું વધુ યોગ્ય?
જો તમારો મોટાભાગનો પ્રવાસ શહેરની અંદર ટ્રાફિકમાં થતો હોય તો Nissan Tekton અને Renault Dusterમાં મળતું 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન એક સારું વિકલ્પ બની શકે છે. આ એન્જિન અંદાજે 100hp પાવર અને 166Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તેની સાથે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યો છે અને કંપનીના દાવા મુજબ તે લગભગ 19.4kmpl સુધીની માઇલેજ આપી શકે છે. બીજી તરફ Hyundai Cretaમાં 1.5 લિટરનું પેટ્રોલ એન્જિન ઉપલબ્ધ છે, જે તેની સ્મૂધ અને રિફાઇન્ડ ડ્રાઇવિંગ માટે જાણીતું છે. જોકે, વેરિઅન્ટ અનુસાર એન્જિન અને માઇલેજમાં ફેરફાર થઈ શકે છે. રોજ ઓફિસ જતાં ગ્રાહકો માટે ત્રણેય SUV પોતાની અલગ જરૂરિયાત મુજબ યોગ્ય વિકલ્પ સાબિત થઈ શકે છે.
હાઇવે માટે વધુ પાવર જોઈએ તો...
જે ગ્રાહકોને શહેર ઉપરાંત હાઇવે પર પણ નિયમિત ડ્રાઇવિંગ કરવું હોય, તેમના માટે Nissan Tektonમાં 1.3 લિટર ટર્બો પેટ્રોલ એન્જિનનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ એન્જિન 163hp પાવર અને 280Nm ટોર્ક આપે છે. તેની સાથે 6-સ્પીડ મેન્યુઅલ તેમજ 6-સ્પીડ DCT ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ મળે છે. Renault Dusterમાં પણ સમાન પાવરટ્રેન ઉપલબ્ધ છે. અહેવાલો અનુસાર, ભવિષ્યમાં Renault Dusterને સ્ટ્રોંગ હાઇબ્રિડ પાવરટ્રેન સાથે પણ રજૂ કરવાની યોજના છે, જે વધુ ઇંધણ બચત ઇચ્છતા ગ્રાહકો માટે આકર્ષક વિકલ્પ બની શકે છે.
આ પણ ખાસ વાંચો : કરોડોની Pagani Huayra 70 Derecho લોન્ચ : અમેરિકાના વિનાશક તોફાન પરથી રાખવામાં આવ્યું નામ
ફીચર્સમાં ત્રણેય SUV મજબૂત
નવી Nissan Tektonમાં 10.1-ઇંચનું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 10.25-ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, પેનોરેમિક સનરૂફ, વાયરલેસ ફોન ચાર્જર, વેન્ટિલેટેડ અને ઇલેક્ટ્રિક એડજસ્ટેબલ ફ્રન્ટ સીટ્સ, પાવર્ડ ટેલગેટ, Google Built-in સપોર્ટ અને કનેક્ટેડ કાર ટેક્નોલોજી જેવા પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યા છે. Renault Duster પણ સમાન પ્લેટફોર્મ પર આધારિત હોવાથી તેમાં મોટા ભાગના આધુનિક ફીચર્સ ઉપલબ્ધ છે. બીજી તરફ Hyundai Cretaમાં પણ મોટી ટચસ્ક્રીન, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ Android Auto અને Apple CarPlay, પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ સીટ્સ, પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ અને કનેક્ટેડ કાર ટેક્નોલોજી જેવા ફીચર્સ આપવામાં આવે છે. એટલે ફીચર્સના મામલે ત્રણેય SUV ગ્રાહકોને મજબૂત પેકેજ આપે છે.
કઈ SUV પસંદ કરવી?
જો તમારું બજેટ મર્યાદિત છે અને નવી લોન્ચ થયેલી SUVમાં આધુનિક ફીચર્સ સાથે ટર્બો પેટ્રોલ એન્જિન ઇચ્છો છો તો Nissan Tekton એક આકર્ષક વિકલ્પ બની શકે છે. જો તમે સમાન પ્લેટફોર્મ સાથે ભવિષ્યમાં હાઇબ્રિડ વિકલ્પની રાહ જોતા હોવ તો Renault Duster પર પણ વિચાર કરી શકાય. જ્યારે લાંબા સમયથી વિશ્વાસ જીતેલી, સ્મૂધ ડ્રાઇવિંગ અનુભવ અને મજબૂત સર્વિસ નેટવર્ક ઇચ્છતા ગ્રાહકો માટે Hyundai Creta આજે પણ સેગમેન્ટની સૌથી મજબૂત પસંદગીઓમાંની એક ગણાય છે.





