New Ducati XDiavel V4 Launch Price Features: લાંબી રાહ જોયા પછી, Ducati India એ આખરે ભારતીય બજારમાં તેની નવી XDiavel V4 લોન્ચ કરી છે. આ સ્પોર્ટ્સ ક્રુઝર બાઇક MotoGP ઇન્સપાયર 1158cc V4 Granturismo એન્જિનના પાવરફૂલ પર્ફોર્મન્સ સાથે આરામદાયક રાઇડિંગ પોઝિશન અને અદભુત લુકનું કોમ્બિનેશન આપે છે. લાંબા અંતરની મુસાફરી માટે તેમાં ખાસ એક્સેસરીઝ પણ ઉમેરવામાં આવી છે. Ducati XDiavel V4 ભારતમાં બે ખાસ Metallic color ઓપ્શનમાં રજૂ કરવામાં આવી છે, જેમાં Burning Red ની એક્સ-શોરૂમ કિંમત 30,88,700 રૂપિયા અને Black lava ની એક્સ-શોરૂમ કિંમત 31,19,700 રૂપિયા છે.
એન્જિન અને પરફોર્મન્સ
નવી Ducati XDiavel V4 માં 1158cc V4 Granturismo એન્જિન છે જે 10,750rpm પર 168hp અને 7,500rpm પર 126Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તે તેની સીરિઝમાં ઉત્તમ પર્ફોમન્સ આપે છે અને રાઇડ કરવામાં પણ સ્મૂધ છે. દર 60,000 કિલોમીટર પર તેના વાલ્વ ક્લિયરન્સની ચેક કરવામાં આવે છે. બાઇક થોડીક સેકન્ડમાં 0-100kmph ની ઝડપ પકડી શકે છે. તે પાછળના ભાગમાં 240/45 ડાયબ્લો રોસો III ટાયરથી સાથે છે જેમાં કાસ્ટ એલ્યુમિનિયમ રિમ્સ અને મશીન્ડ સ્પોક્સ છે. ચેઇન ડ્રાઇવ સિસ્ટમમાં ડબલ 330mm ડિસ્ક અને આગળના ભાગમાં બ્રેમ્બો સ્ટાઇલમા મોનોબ્લોક કેલિપર્સ છે.
સ્ટાઇલિશ લુક સાથે સ્પોર્ટ ક્રુઝર
નવી Ducati XDiavel V4 ને સવાર અને મુસાફર બંને માટે આરામ વધારવા માટે સંપૂર્ણપણે ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે. એલ્યુમિનિયમ મોનોકોક ફ્રેમ ધરાવતી, આ સ્પોર્ટ ક્રુઝરમાં ડબલ-DRL અને વેલકમ ઇફેક્ટ સાથે ફુલ-LED હેડલાઇટ, વેલકમ ઇફેક્ટ સાથે ફુલ-LED ટેલલાઇટ, ઇન્ટિગ્રેટેડ ડાયનેમિક ઇન્ડિકેટર્સ, 20-લિટર સ્ટીલ ટાંકી, 50mm ફુલ એડજસ્ટેબલ ફ્રન્ટ સસ્પેન્શન, ફુલ એડજસ્ટેબલ રીઅર મોનોશોક, એલ્યુમિનિયમ સિંગલ-સાઇડેડ સ્વિંગઆર્મ, બે રાઇડર ફૂટપેગ્સ સાથે કસ્ટમાઇઝ કરી શકાય તેવી રાઇડિંગ પોઝિશન અને પેસેન્જર ગ્રેબ હેન્ડલ છે.
ફીચર્સનો વરસાદ
નવી Ducati XDiavel V4 માં બ્લૂટૂથ ઇન્ટિગ્રેશન અને Ducati Link એપ સપોર્ટ સાથે 6.9 ઇંચની TFT ડિસ્પ્લે, 8:3 આસ્પેક્ટ રેશિયો, વૈકલ્પિક ઇન્ટિગ્રેટેડ ટર્ન-બાય-ટર્ન નેવિગેશન સિસ્ટમ, ત્રણ પાવર મોડ્સ અને ચાર રાઇડિંગ મોડ્સ (સ્પોર્ટ, ટૂરિંગ, અર્બન અને વેટ) છે. બાઇકમાં નવી જનરેશનના ઇલેક્ટ્રોનિક્સ પેકેજ પણ છે, જેમાં કોર્નરિંગ ABS, Ducati ટ્રેક્શન કંટ્રોલ, Ducati વ્હીલી કંટ્રોલ, Ducati પાવર લોન્ચ, Ducati ક્વિક શિફ્ટ અપ/ડાઉન અને ક્રુઝ કંટ્રોલનો સમાવેશ થાય છે, સાથે 6-એક્સિસ ઇનર્શિયલ મેઝરમેન્ટ યુનિટ પણ છે. આ બાઇક તે લોકો માટે એક શ્રેષ્ઠ ચોઇસ છે જેઓ એકસાથે પર્ફોમન્સ, સ્ટાઇલ અને કમ્ફર્ટનો અનુભવ કરવા ઈચ્છે છે.





















