ડ્રગ્સનાં દુષણને ડામવા માટે જાણે રીતસરની જંગ છેડી હોવાનું જોવા મળી રહ્યું છે. કારણ કે ગુજરાત પોલીસે ડ્ર્ગ્સ માફિયા સામે કડક કાર્યવાહી કરી છેલ્લા અઢી વર્ષમાં 30 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું રાજ્યનાં ગ્રુહમંત્રીએ ગ્રુહમાં જણાવ્યું હતું.
ડ્રગ્સનાં જથ્થા સંબધે વિધાનસભા ગ્રુહમાં પુછાયેલા પ્રશ્નનાં ઉતર આપતાં મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે છેલ્લા અઢી વર્ષમાં અલગ અલગ રાજ્યોમાં જઈને ૩૦થી વધુ દરોડા પાડી ડ્રગ્સના મોટા જથ્થા પકડ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે રીતસરની જંગ છેડીને એક પછી એક મોટા-મોટા ડ્રગ્સ કાર્ટેલ્સ પકડી પાડ્યા છે અને ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસે તેની સાથે જ ડ્રગ્સ પકડી પાડવાની નેમ સાથે ખૂબ જ સક્રિયતાથી ગુજરાત પોલીસ કામ કરી રહી છે. ગુજરાતમાં અનેક દરોડા પાડી ડ્રગ્સ પકડ્યાની સાથે સાથે ગુજરાત પોલીસે છેલ્લા વર્ષમાં અન્ય અલગ અલગ રાજ્યમાં જઈને ૩૦થી વધુ દરોડા પાડી ડ્રગ્સના જથ્થા પકડ્યા છે.
જેમાં ગુજરાતની વાત કરીએ તો ભરૂચ અને સુરત જિલ્લામાં તા.૩૧મી જાન્યુઆરી ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં પકડાયેલા ડ્રગ્સ/ નશીલા પદાર્થના પકડાયેલા જથ્થા અંગે કહ્યું કે, ભરૂચ અને સુરત જિલ્લામાં બે વર્ષમાં ગાંજો, મેફેડ્રોન, ચરસ, અફીણ, માદક પદાર્થના રો મટીરિયલ, એલ.એસ.ડી, સીરપ, પોસ ડોડા, પેન્ટાઝોસિલ સહિતના અલગ અલગ પ્રકારના ડ્રગ્સ/ નશીલા પદાર્થોનો કરોડો રૂપિયાના મુદ્દામાલનો જથ્થો પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
100 આરોપી પકડાયા 397 પકડથી દૂર
અત્યાર સુધીમાં 100 જેટલા આરોપીને પકડી પાડ્યાં છે. જ્યારે 397 આરોપીઓની ધરપક્કડ કરવામાં આવી છે. હાલ તેઓ અન્ય રાજ્યોમાં સ્થાયિ થઈ ગયા હોવાની મહિતી મળી રહી છે.
ટેક્નિકલ સપોર્ટથી તજવીજ શરૂ
બાતમીદારો તથા ટેકનિકલ સપોર્ટ આધારે ધરપકડ કરવા માટે તજવીજ ચાલી રહી છે. એટલું જ નહીં, આ આરોપીઓ પૈકી કેટલાક અન્ય રાજ્યોની જેલમાં તો કેટલાક અન્ય દેશોમાં જતાં રહ્યાં હોવાને લીધે તેમને પરત લાવવા જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.





