Home Gujarat Drug Factory Operating Under The Guise Of Food Testing Caught In Surat

સુરતના શોપિંગ મોલમાં ફૂડ ટેસ્ટિંગની આડમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ! : 20 લાખના મુદ્દામાલ સાથે 3 યુવક ઝડપાયા, આંતરરાષ્ટ્રીય કનેક્શન ખૂલ્યું

સુરતના શોપિંગ મોલમાં ફૂડ ટેસ્ટિંગની આડમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 07, 2026, 08:24 AM IST

Surat Drugs Lab Caught : સુરત શહેરમાં ડ્રગ્સના ગોરખધંધાનો એક મોટો અને ચોંકાવનારો ભાંડાફોડ થયો છે. સુરત SOGએ પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા પોલારિસ શોપિંગ સેન્ટરની અંદર ચાલતી એક સિક્રેટ ડ્રગ્સ ફેક્ટરી ઝડપી પાડી છે. ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં અહીં હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન (MD ડ્રગ્સ) બનાવવામાં આવતું હતું. ‘ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલેટિકલ લેબોરેટરી’ના નામે ચાલતી આ લેબમાં SOGએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, જેમાં ડ્રગ્સ બનાવતા સિનિયર ટેક્નિશિયન સહિત કુલ ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી છે.

‘લંડન કનેક્શન’

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ફૂડ ટેસ્ટિંગના બહાને લેબમાં ખતરનાક અને જ્વલનશીલ કેમિકલ્સનો ઉપયોગ કરી MD ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. દરોડા દરમિયાન તૈયાર ડ્રગ્સ, કાચો માલ અને કેમિકલ્સ સહિત અંદાજે 20 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે કુલ 2.92 લાખ રૂપિયાનો ડ્રગ્સ અને અન્ય સામાન પણ કબજે લેવામાં આવ્યો છે. આ કેસમાં આંતરરાષ્ટ્રીય ‘લંડન કનેક્શન’ ખુલતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ છે.

ડ્રગ્સના નેટવર્ક તેમજ લંડન કનેક્શન અંગે તપાસ

આ સમગ્ર કાર્યવાહી પહેલાં SOGએ અમરોલી છાપરાભાઠા રોડ પરથી 21 વર્ષીય જીલ ભૂપતભાઇ ઠુમ્મરને 236.780 ગ્રામ MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જીલની કડક પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ ફેક્ટરી અંગે ચોંકાવનારી માહિતી સામે આવી, જેના આધારે મોલમાં ચાલતી લેબ પર દરોડા પાડવામાં આવ્યા. હાલ પોલીસે ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને ડ્રગ્સના નેટવર્ક તેમજ લંડન કનેક્શન અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now