Home National Dr Ambedkar Nagar Express Highest Earning Train India

કમાણી કરવામાં આ સુપર ફાસ્ટ ટ્રેને વંદે ભારત-રાજધાનીને પણ છોડી પાછળ : 40 કરોડથી વધુની કરી કમાણી

ડૉ.અંબેડકર નગર એક્સપ્રેસની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 25, 2026, 03:30 AM IST

ભારતીય રેલવેની કમાણીનો રિપોર્ટ સામે આવ્યો તો બધા ચોંકી ઉઠ્યા છે. આમ તો સામાન્ય રીતે વંદે ભારત એક્સપ્રેસ, રાજધાની અને શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનો સૌથી વધુ કમાણી કરતી હોય છે. પરંતુ આ વખત રિપોર્ટ કાર્ડમાં જે આવ્યું તે ચોંકવાનારું હતું,. કેમકે. આ વખતે ડૉ. અંબેડકર નગર એક્સપ્રેસ દેશની સૌથી વધુ કમાણી કરતી ટ્રેન બની ગઈ છે. આ ટ્રેને વંદે ભારત એક્સપ્રેસ અને રાજધાની એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનોને કમાણીમાં પાછળ છોડી દીધી છે.

સૌથી વધુ કમાણી કરતી ટ્રેન

રિપોર્ટ મુજબ, ડૉ. અંબેડકર નગર એક્સપ્રેસે મુસાફરોની સંખ્યા, લાંબી રૂટ કવરેજ અને સતત ડિમાન્ડના કારણે સૌથી વધુ આવક નોંધાવી છે. આ ટ્રેન મધ્ય પ્રદેશના ડૉ. અંબેડકર નગરથી દેશના મહત્વના શહેરો સુધી ચાલે છે, જેના કારણે તેમાં હંમેશા ભારે મુસાફરી રહે છે. લાંબુ અંતર, વિવિધ વર્ગો (સ્લીપર, AC, જનરલ)માં મોટી સંખ્યામાં મુસાફરો , દૈનિક મુસાફરી અને સીઝનલ ટ્રાફિક. આ બધા કારણોસર આ ટ્રેનની આવક અન્ય પ્રીમિયમ ટ્રેનો કરતા વધુ થઈ ગઈ છે.

આ પણ વાંચો: વેસ્ટર્ન રેલવેનો મોટો નિર્ણય : વડોદરાથી વિવિધ શહેરો માટે સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત

વંદે ભારત અને રાજધાની પાછળ કેમ?

વંદે ભારત એક્સપ્રેસ ઝડપી અને આધુનિક હોવા છતાં તેની સીટ ક્ષમતા મર્યાદિત છે. જ્યારે રાજધાની એક્સપ્રેસ પ્રીમિયમ સર્વિસ આપે છે, પણ તેની ટિકિટ મોંઘી હોવાથી દરેક વર્ગના લોકો તેનો ઉપયોગ નથી કરતા. તેની સામે, ડૉ. અંબેડકર નગર એક્સપ્રેસ સામાન્યથી લઈ મધ્યમ વર્ગના મુસાફરો માટે વધુ અનુકૂળ છે, જેના કારણે મુસાફરોની સંખ્યા ઘણી વધુ રહે છે.

આ સમાચાર દર્શાવે છે કે ભારતમાં માત્ર હાઈ-સ્પીડ કે પ્રીમિયમ ટ્રેનો જ નહીં, પરંતુ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ અને વધુ ક્ષમતા ધરાવતી ટ્રેનો પણ રેલવે માટે સૌથી વધુ આવક લાવી શકે છે. ડૉ. અંબેડકર નગર એક્સપ્રેસે તેની ઊંચી મુસાફરી અને લાંબા રૂટના કારણે દેશની સૌથી વધુ કમાણી કરતી ટ્રેનનો ખિતાબ મેળવ્યો છે, જે રેલવે માટે એક મહત્વપૂર્ણ સંકેત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now