Home International Donald Trump Wants Clean Beautiful And Crime Free Washington Dc

તમે સાફ સફાઈ કરાવો નહિંતર હું આદેશ આપુ : વોશિંગટનના મેયરને ટ્રમ્પની ટકોર

તમે સાફ સફાઈ કરાવો નહિંતર હું આદેશ આપુ
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2025, 05:21 AM IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ વોશિંગ્ટન ડીસીમાં સાફ સફાઈનો આદેશ આપ્યો હતો. તેમણે ડેમોક્રેટ મેયર મ્યુરિયલ બાઉઝરને સમગ્ર શહેરમાં લોકોના તંબુઓ દૂર કરવા કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે જો વોશિંગ્ટન વહિવટીતંત્ર તે નહીં કરે, તો તેઓ પોતે આ કાર્ય હાથ ધરશે. ટ્રમ્પના આ નિર્દેશનું કારણ હવે સામે આવ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ નથી ઇચ્છતા કે અન્ય દેશોના નેતાઓ અમેરિકાની રાજધાનીની આવી સ્થિતિ જુએ.

'અમે અમારા શહેરને સાફ કરી રહ્યા છીએ', 'ટ્રમ્પે શુક્રવારે ન્યાય વિભાગને કહ્યું' આપણે હવે આ મહાન રાજધાનીને સ્વચ્છ રાખીશું. અમે અહીં અપરાધ થવા નહીં દઈએ. અમે આ શહેરની દિવાલો પરની ગ્રેફિટીને દૂર કરીશું. રસ્તાની બાજુમાં અને ખાલી જગ્યાઓ પર લગાવેલા તંબુઓને દૂર કરવાની કામગીરી પહેલાથી જ ચાલી રહી છે. અમે વોશિંગ્ટન ડી. સી.માં વહિવટી તંત્ર સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ.

અન્ય દેશોના નેતાઓને ગંદકી બતાવવા નથી માગતા
ટ્રમ્પે કહ્યું, "જ્યારે તાજેતરમાં જ ભારતના પ્રધાનમંત્રી મોદી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને બ્રિટનના પ્રધાનમંત્રી સહિત વિશ્વના મહાન નેતાઓ મને મળવા આવ્યા હતા, ત્યારે મેં સૌથી પહેલા ખાતરી કરી હતી કે તેમના માર્ગ પર કોઈ તંબુ, ખાડા અને ગ્રેફિટી ન હોય. હું નથી ઇચ્છતો કે તેઓ આ બધું જુએ.


ટ્રમ્પે કહ્યું, "અમે તેને એક સુંદર, અપરાધ મુક્ત રાજધાની બનાવવા જઈ રહ્યા છીએ. જ્યારે લોકો અહીં આવશે, ત્યારે તેમને લૂંટવામાં નહીં આવે, તેમને ગોળી મારવામાં નહીં આવે. અહીં કોઈ બળાત્કાર નથી. વોશિંગ્ટન ડી. સી. ગુના મુક્ત રાજધાની બનશે. તે પહેલાં કરતાં વધુ સ્વચ્છ, વધુ સારું અને સુરક્ષિત રહેશે. અમે શક્ય તેટલી વહેલી તકે આ કરીશું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ