અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે ડોનલ્ડ ટ્રંપનો આજે શપથગ્રહણ સમારોહનું આયોજન છે. આ પહેલી વખતની વાત નથી, આ પહેલા પણ ડોનાલ્ડ ટ્રંપ અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે. પરંતુ આ વખતે ટ્રંપની ચર્ચાઓએ એટલા માટે વધુ જોર પકડ્યું છે કારણ કે શપથગ્રહણ પછી ટ્રંપ કંઈક એવુ કરવા જઈ રહ્યાં છે જે અમેરિકા યાદ રાખશે.
ટ્રંપ અમેરિકાના રાષ્ટ્રપતિની સત્તાનો ઉપયોગ કરશે અને તે એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે આ એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કરવાની સત્તા છે. આ આદેશ કાયદા બરાબર જ છે.
ઈમિગ્રેશન, ઉર્જા નીતિ અને ફેડરલ ગવર્નમેન્ટની કામગીરી પર અપેક્ષિત નિર્ણયો
શપથ લેતાંની સાથે જ ટ્રંપ ઈમિગ્રેશન, ઉર્જા નીતિ અને ફેડરલ સરકારની કામગીરી અંગે મોટા નિર્ણયો લેશે તેવી અપેક્ષા છે. તેમના વચનો પર સમગ્ર વિશ્વની નજર રહેશે, જેમાંથી કેટલાક તેમણે પદ સંભાળતા પહેલા જ દિવસે પૂરા કરવાનું વચન આપ્યું છે. અમેરિકન મીડિયા અનુસાર, ટ્રંપે કાર્યાલયના પ્રથમ દિવસે 'લગભગ 100' એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કરવાનું વચન આપ્યું છે. જેમાંથી કેટલાક બાઈડેન સરકારે લીધેલા નિર્ણયને સમાપ્ત કરી શકે છે.
ડોનાલ્ડ ટ્રંપ સંભવિત મોટા નિર્ણયો:
1. દેશમાં ગેરકાયદે રીતે રહેતા તમામ લોકોને હાંકી કાઢવા માટે USAના ઈતિહાસની સૌથી મોટા અભિયાનનું વચન આપ્યું છે.
2. બોર્ડર સીલ કરવાની અને ગેરકાયદે ઈમિગ્રેશનને ખતમ કરવાની પણ વાત કરી છે.
3. ડ્રગ કાર્ટેલની સીરિઝને વિદેશી આતંકવાદી સંગઠનો તરીકે નામિત કરવા માટે પણ પગલાં લઈ શકે છે.
4. તેમના પ્રશાસનને તેમના પ્રથમ કાર્યકાળની માઇગ્રન્ટ પ્રોટેક્શન પ્રોટોકોલ્સ નીતિને પુનઃસ્થાપિત કરવા માટે નિર્દેશ કરી શકે છે, જેને સામાન્ય રીતે 'મેક્સિકોમાં રહો' તરીકે ઓળખવામાં આવે છે.
5. ટ્રંપ ની ટેરિફ નીતિ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, કારણ કે તેમણે કહ્યું છે કે તેઓ મેક્સિકો અને કેનેડાથી આયાત કરવામાં આવતા તમામ માલ સામાન પર 25% ટેરિફ લાદશે. તેઓ ચીનથી આવતા માલ પર પહેલેથી જ લાદવામાં આવેલી ડ્યૂટીમાં 10% ટેરિફ ઉમેરવા માંગે છે.
6. ટ્રંપ કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા અને ગ્રીનલેન્ડ અને પનામા કેનાલ પર નિયંત્રણ મેળવવાની વાત કરી છે.
7. આ સિવાય તેમણે મેક્સિકોના ખાડીનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા રાખવાની પણ વાત કરી હતી.





