US Trade Policy 2025: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે 9 જુલાઈની ટેરિફ ડેડલાઇન કોઈ નિશ્ચિત તારીખ નથી, એટલે કે, અમેરિકા તે તારીખ વધારી પણ શકે છે અથવા ઘટાડી પણ શકે છે. તે તમામ અન્ય દેશો સાથેની વ્યાપારિક વાટાઘાટો કેવી રીતે આગળ વધે છે તેના પર નિર્ભર રહેશે. વ્હાઇટ હાઉસ ખાતે મીડિયા સાથે વાત કરતી વખતે ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું હતું કે, "આપણે જ્યારે ઇચ્છીએ ત્યારે નિર્ણય બદલી શકીએ છીએ. આપણે તેને મુલતવી રાખી શકીએ છીએ અથવા તેને લંબાવી પણ શકીએ છીએ. હું તેને ઝડપી બનાવવા માંગુ છું અને દરેકને સીધો પત્ર મોકલવા માંગુ છું - અભિનંદન, હવે તમે 25 ટકા ટેક્સ ચૂકવી રહ્યા છો."
અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે શું કહ્યું ?
ગુરુવારે અમેરિકાએ યુરોપિયન યુનિયનને એક નવો વેપાર પ્રસ્તાવ મોકલ્યો હતો જ્યારે ભારતે વેપાર વાટાઘાટા માટે પોતાનું પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન મોકલ્યું છે. તો અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે કહ્યું છે કે, ''વેપાર કરારોમાં થોડો સમય લાગી શકે છે, પરંતુ ઘણા મહત્વપૂર્ણ કરારો મજૂર સપ્ટેમ્બરની શરૂઆતમાં સુધીમાં પૂર્ણ થઈ શકે છે'' બેસન્ટે કહ્યું હતું કે, "અમને ઘણા દેશો તરફથી દરખાસ્તો મળી રહી છે. અમારી પાસે 18 મુખ્ય વેપાર ભાગીદારો છે. જો આપણે તેમાંથી 10 કે 12 સાથે કરારોને અંતિમ સ્વરૂપ આપીએ અને અમે મોટી અર્થવ્યવસ્થાઓ ધરાવતા 20 વધુ દેશો સાથે પણ વાટાઘાટો કરી રહ્યા છીએ, તો શક્ય છે કે આપણે મજૂર દિવસ સુધીમાં વેપાર પ્રક્રિયા પૂર્ણ કરી શકીએ."
ટેરિફ મુક્તિ 8 જુલાઈ સમાપ્ત થશે
ઉલ્લેખનીય છે કે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલ 2025માં લગભગ તમામ વિદેશી આયાત પર પારસ્પરિક ટેરિફ સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત 10% થી વધુ ટેરિફ લાદવામાં આવનારા માલ પર 90 દિવસની છૂટ આપવામાં આવી હતી જેથી દેશો પરસ્પર વાટાઘાટો દ્વારા કરાર પર પહોંચી શકે, આ મુક્તિ 8 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહી છે.





