Home International Donald Trump Drops Tariff Bomb On European Union And Mexico Too Releases Letter

યુરોપિયન યુનિયન અને મેક્સિકો પર પણ ટેરિફ 'બોમ્બ'! : ડોનાલ્ડ ટ્રમ્પે પત્ર બહાર પાડ્યો..

યુરોપિયન યુનિયન અને મેક્સિકો પર પણ ટેરિફ 'બોમ્બ'!
Published by: OBS Bureau
Last Updated: Jul 12, 2025, 01:12 PM IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન અને મેક્સિકોને પણ ટેરિફ પત્રો જારી કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. અમેરિકાએ મેક્સિકો અને યુરોપિયન યુનિયન (EU) પર 30 ટકા ટેરિફ લાદ્યો છે. આ ટેરિફ દર 1 ઓગસ્ટથી અમલમાં આવશે.
દાણચોરી માટે મેક્સિકોને દોષી?
ટેરિફ લેટરમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ડ્રગ્સની દાણચોરી માટે મેક્સિકોને દોષી ઠેરવ્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે, ''EU વેપારમાં અસંતુલન પેદા કરી રહ્યું છે. બુધવારે અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે છ વેપાર ભાગીદારો માટે ટેરિફ પત્ર જારી કર્યો હતો. જેમાં લિબિયા, અલ્જેરિયા, ઇરાક, મોલ્ડોવા, ફિલિપાઇન્સ અને બ્રુનેઈનો સમાવેશ થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે 20થી વધુ દેશો માટે ટેરિફની જાહેરાત કરી છે. જેમાં મ્યાનમાર, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા અને જાપાનનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નજીકના સાથીઓને પણ ટેરિફથી બચાવ્યા નથી. ભારત અંગે સસ્પેન્સ હજુ પણ યથાવત છે. હાલમાં અમેરિકાએ ભારતને ટેરિફ પત્ર મોકલ્યો નથી. બંને દેશો વચ્ચે વેપાર કરાર થવાની અપેક્ષા છે.

લાબિયા પર 30 ટકા અને બ્રુનેઈ 25 ટેરિફ
ડોનાલ્ડ ટ્રમ્પે અલ્જીરિયા, ઇરાક અને લાબિયા પર 30 ટકા અને બ્રુનેઈ અને મોલ્દોવા પર 25 ટકા આયાત ડ્યુટી લાદી છે. ફિલિપાઇન્સ પર 20 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કઝાકિસ્તાન, કંબોડિયા, બોસ્નિયા, દક્ષિણ આફ્રિકા, થાઇલેન્ડ, મલેશિયા, કોરિયા, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ માટે પણ ટેરિફની જાહેરાત કરી હતી. અમેરિકાએ કહ્યું છે કે, ''10 ટકાની મૂળભૂત ડ્યુટી પહેલાની જેમ જ રહેશે.
કયા દેશ પર કેટલો ટેરિફ
અમેરિકાએ બ્રાઝિલ પર સૌથી વધુ 50 ટકા ટેરિફ લાદ્યો છે. મ્યાનમાર અને લાઓસ 40 ટકા ટેરિફ સાથે બીજા ક્રમે છે. કંબોડિયા અને થાઇલેન્ડ પર 36 ટકા, બાંગ્લાદેશ અને સર્બિયા પર 35 ટકા, ઇન્ડોનેશિયા પર 32 ટકા, બોસ્નિયા અને હર્ઝેગોવિના પર 30 ટકા, દક્ષિણ આફ્રિકા પર 30 ટકા, જાપાન, કઝાકિસ્તાન, મલેશિયા, દક્ષિણ કોરિયા અને ટ્યુનિશિયા પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video