વિશ્વમાં કોઈ પણ વ્યવહાર કરવામાં આવે તેમાં અમેરિકન ડોલરને મુખ્ય માપદંડ તરીકે માનવામાં આવે છે. ત્યારે તમે વિચારતા હશો કે વિશ્વમાં સૌથી શક્તિશાળી ચલણ ડોલર જ હશે. તો તમે ખોટું વચારી રહ્યા છે. કેટલાક દેશનું ચલણ એવું છે જે ડોલરથી વધુ મુલ્ય ધરાવે છે. તેમ છતા તેને દુનિયાનું સૌથી શક્તિશાળી ચલણ નથી માનવામાં આવતું.
એક ડોલર એલટે ભારતના 87 રૂપિયા
વિશ્વના વિવિધ દેશોના ચલણનું મૂલ્ય અલગ અલગ હોય છે. વિશ્વના મોટાભાગના દેશોના ચલણના મૂલ્યની સરખામણી યુએસ ડોલર સાથે કરવામાં આવે છે. જો આપણે ડોલર સામે ભારતીય રૂપિયાની વાત કરીએ, તો એક ડોલર 87.15 ભારતીય રૂપિયા બરાબર થાય છે.
ડોલરથી ત્રણ ગણું છે મૂલ્ય
વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ચલણ યુએસ ડોલર છે. પરંતુ એક એવો દેશ પણ છે જેનું ચલણ અમેરિકન ડોલર કરતાં ત્રણ ગણું વધુ મૂલ્યવાન છે. પરંતુ તેમ છતાં આ દેશ સૌથી શક્તિશાળી નથી. અમેરિકન ડોલર કરતા ત્રણ ગણી છે વેલ્યુ erwની છે. તમને જણાવી દઈએ કે કુવૈતી દિનાર યુએસ ડોલર કરતા ત્રણ ગણો મોંઘો છે. એક કુવૈતી દિનાર 3.25 યુએસ ડોલર જેટલું થાય છે. આનો અર્થ એ થયો કે કુવૈતી દિનાર સામે યુએસ ડોલર ખૂબ જ નબળો છે.
અનેક પાસાને ધ્યાને રાખી નક્કી થાય છે મૂલ્ય
ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે કુવૈતી દિનાર યુએસ ડોલર કરતા 3 ગણો મોંઘો હોવા છતાં કુવૈત વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ કેમ નથી? તો તમને જણાવી દઈએ કે કે આ માટે ઘણા પાસાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. અમેરિકાનો GDP વિશ્વમાં સૌથી મોટો છે. જો આપણે કુવૈત વિશે વાત કરીએ તો તે ખૂબ જ નાનું છે. આ સિવાય કુવૈતી દિનારનો ઉપયોગ ફક્ત થોડા જ વિસ્તારોમાં થાય છે. યુએસ ડોલર એક વૈશ્વિક ચલણ છે.
વિશ્વમાં સૌથી વધુ ડોલરમાં વ્યવહાર
યુએસ ડોલર એ વિશ્વનું અનામત ચલણ છે. અને વિશ્વભરના બાકીના દેશો તેમના વિદેશી હૂંડિયામણ ભંડારનો મોટો હિસ્સો ડોલરમાં રાખે છે. આ જ કારણ છે કે કુવૈતી દિનાર ડોલર સામે મજબૂત હોવા છતાં શક્તિશાળી દેશ નથી.
ફિફા વર્લ્ડ કપમાં ચમકનાર 'કેપ વર્ડે' ક્યાં આવેલો છે?: જાણો આ નાનકડા દેશનો રસપ્રદ ઇતિહાસ અને ભારત સાથેનો ખાસ સંબંધ






