યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત મહત્વપૂર્ણ "One Big, Beautiful Bill" પર સેનેટમાં મતદાન ચાલી રહ્યું છે. અત્રે જણાવીએ કે, આ બિલ પર છેલ્લા 12 કલાકથી મેરેથોન મતદાન ચાલી રહ્યું છે. એલોન મસ્ક આ બિલનો જોરશોરથી વિરોધ કરી રહ્યાં છે. ટ
ટ્રમ્પના એલોન મસ્ક પર પ્રહાર
ટ્રમ્પે કહ્યું કે, ''મને રાષ્ટ્રપતિ બનવામાં મદદ કરતા પહેલા જ, મસ્ક જાણતા હતા કે હું ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપતી નીતિઓની વિરુદ્ધ છું, જ્યાં સુધી ઇલેક્ટ્રિક કારનો સવાલ છે, તે ઠીક છે પરંતુ દરેકને તે ખરીદવા માટે દબાણ કરી શકાતું નથી, તેમણે વધુમાં કહ્યું કે, ''માનવ ઈતિહાસમાં તેમને સૌથી વધુ સબસિડી મળતી હશે, પરંતુ તેમણે સબસિડી વગર જ કદાચ દક્ષિણ આફ્રિકા પાછા ફરવું પડશે. આટલા બધા રોકેટ લોન્ચર, ઉપગ્રહો કે ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન થશે નહીં અને આ રીતે આપણે ઘણા પૈસા બચાવીશું'' ટ્રમ્પે મસ્ક પર નિશાન સાધ્યું અને કહ્યું કે, ''DOGEએ કદાચ મસ્કને મળેલી સરકારી સબસિડી અને કોન્ટ્રાક્ટની તપાસ કરવી જોઈએ અને તેમાં કાપ મૂકવો જોઈએ. ઘણા પૈસા બચી જશે!
એલોન મસ્ક નવી પાર્ટી બનાવશે
તમને જણાવી દઈએ કે, ટ્રમ્પનું આ નિવેદન મસ્કની એક પોસ્ટ પછી આવ્યું છે, જેમાં મસ્કે ટ્રમ્પના Beautiful Billની ટીકા કરી છે અને કહ્યું હતું કે, જો આ બિલ ગૃહમાં પસાર થશે તો તેઓ એક નવો રાજકીય પક્ષ બનાવશે''
મસ્કને One Big, Beautiful Billથી શુ તકલીફ છે?
એલોન મસ્ક ટ્રમ્પના વન બિગ, બ્યુટીફુલ બિલના કટ્ટર વિરોધી છે. તેમનું કહેવું છે કે આ બિલ રાષ્ટ્રીય દેવામાં ભારે વધારો કરશે અને તે $2.4 ટ્રિલિયનથી વધીને $5 ટ્રિલિયન થઈ શકે છે. તેમનું કહેવું છે કે આ બિલ અમેરિકન નાગરિકો પર વધારાનો બોજ વધારશે.

_6187f5fb-5906-4b64-84c6-77b396e7e078.jpg)




