Home Agriculture Do This To Get The 22nd Installment Of Pm Kisan Know What To Do Complete Information

PM કિસાનનો 22 મો હપ્તો મેળવવા આટલું કરો! : હાલ જ કરો આ કાર્ય જેથી સરકારી સહાય મેળવવામાં ન આવે કોઈ અડચણ!

PM કિસાનનો 22 મો હપ્તો મેળવવા આટલું કરો!
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 01:01 PM IST

PM Kisan 22nd installment : દેશના લાખો ખેડૂતો અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22 મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં ₹2,000 જમા કરવામાં આવશે. જોકે, આ વખતે નિયમોમાં થોડો ફેરફાર અને કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી છે. ખેડૂત ઓળખપત્ર (Farmer ID) અને e-KYC ને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ખેડૂતોએ શું સાવધાની રાખવી જોઈએ, તેની સંપૂર્ણ વિગત અમે અહીં આપી રહ્યા છીએ.

શું ખેડૂત ID ફરજિયાત છે?

ઘણા ખેડૂતોના મનમાં પ્રશ્ન છે કે, શું 22 મો હપ્તો મેળવવા માટે ખેડૂત ઓળખપત્ર (Farmer ID) હોવું જરૂરી છે? લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ, જે ખેડૂતો પહેલેથી જ આ યોજનામાં નોંધાયેલા છે અને નિયમિત હપ્તા મેળવે છે, તેમના માટે અત્યારે Farmer ID ફરજિયાત નથી. પરંતુ, જે ખેડૂતો આ યોજનામાં નવેસરથી નામ નોંધાવવા માંગે છે, તેમના માટે કેટલાક રાજ્યોમાં આ ઓળખપત્ર જરૂરી બનાવવામાં આવ્યું છે.

નવા નિયમો ક્યાં રાજ્યોને લાગુ પડશે?

નવી નોંધણી કરાવતા ખેડૂતો માટે Farmer ID હવે અનિવાર્ય છે, ખાસ કરીને એવા 14 રાજ્યોમાં જ્યાં હાલમાં નવી રજીસ્ટ્રી પ્રક્રિયા શરૂ થઈ છે. આ લિસ્ટમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, આસામ, કર્ણાટક, કેરળ અને તમિલનાડુનો સમાવેશ થાય છે. આ રાજ્યોના નવા અરજદારોએ નોંધણી વખતે આ બાબતનું ધ્યાન રાખવું પડશે.

હપ્તો મેળવવા e-KYC સૌથી જરૂરી

ભલે તમારી પાસે Farmer ID હોય કે ન હોય, પરંતુ જો તમારું e-KYC અપડેટ નથી, તો તમારો 22 મો હપ્તો અટકી શકે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, દરેક લાભાર્થી ખેડૂતે પોતાનું e-KYC પૂર્ણ કરવું જ પડશે. જો તમે પહેલાથી જ યોજનાના લાભાર્થી છો અને તમારું e-KYC થઈ ગયેલું છે, તો ચિંતા કરવાની જરૂર નથી; હપ્તો સીધો તમારા બેંક ખાતામાં જમા થઈ જશે.

ઘરે બેઠા ઓનલાઈન e-KYC કરવાની રીત

તમે જાતે જ તમારા મોબાઈલથી e-KYC કરી શકો છો. તેના માટે:

  • સૌ પ્રથમ PM Kisan ના અધિકૃત પોર્ટલ પર જાઓ.

  • ત્યાં ‘Farmer Corner’ માં ‘e-KYC’ વિકલ્પ પર ક્લિક કરો.

  • તમારો આધાર નંબર અને બેંક વિગતો દાખલ કરો.

  • તમારા મોબાઈલ પર આવેલા OTP દ્વારા વેરિફિકેશન કરો અને સબમિટ કરો.

CSC સેન્ટર અથવા બેંક દ્વારા મદદ

જો તમને ઓનલાઈન પ્રક્રિયા ફાવતી ન હોય, તો તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને ઓપરેટરની મદદથી અંગૂઠાના નિશાન (Biometric) દ્વારા e-KYC કરાવી શકો છો. આ ઉપરાંત, તમે તમારી બેંક શાખામાં જઈને પણ આધાર લિંક અને e-KYC અપડેટ કરાવી શકો છો, જેથી હપ્તાના નાણાં મેળવવામાં કોઈ તકલીફ ન પડે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now