Home Tech/Gadgets Do Not Use Garmin Inreach Gps Device In India

આ ભૂલ કરી તો ગયા : ભારતમાં ન કરો આ ડિવાઈસનો ઉપયોગ, જવું પડી શકે છે જેલ

આ ભૂલ કરી તો ગયા
Published by: OBS Bureau
Last Updated: Jan 07, 2025, 03:30 PM IST

દુનિયામાં આજકાલ અનેક ડિવાઈસ આવી ગયા છે જેનો અનેક પ્રકારે ઉપયોગ થાય છે. પરંતુ દરેક વસ્તુના કેટલાક ફાયદા અને નુકસાન હોય છે. કેટલાક ડિવાઈસ ખતરનાક હોય છે, જેથી તેના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવે છે. ભારતની સરકારે પણ કેટલાક એવા ડિવાઈસ પર પ્રતિબંધ મુક્યો છે. Garmin inReach GPS પણ આવું જ એક ડિવાઈસ છે. જેનો તમે આપણા દેશમાં ઉપયોગ નથી કરી શકતા. હાલમાં જ એક વિદેશી વ્યક્તિની દિલ્લી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.જેની પાસે આ ડિવાઈસ હતું.

શું છે Garmin inReach GPS ?
Garmin inReach GPS એક સેટેલાઈ કમ્યુનિકેશન ડિવાઈસ છે. જેમાં એક ઈન-બિલ્ટ સેટેલાઈટ ટ્રાન્સમિટર હોય છે. આ ડિવાઈસનો ઉપયોગ ભારતના કાયદાનું ઉલ્લંઘન કરે છે. આ ઉલ્લંઘન ભારતીય વાયરલેસ ટેલિગ્રાફ એક્ટ 1993 અંતર્ગત આવે છે. આ ડિવાઈસ સેટેલાઈટના માધ્યમથી કમ્યુનિકેશન કરે છે. જેના કારણે તે સરકારની નજરથી બહાર હોય છે. જેના કારણે તેને ભારત સરકારે પ્રતિબંધિત કર્યું છે.આ સાથે જે સુરક્ષાની રીતે પણ ખતરનાક છે કારણ કે તેનાથી આતંકી ગતિવિધિઓને અંજામ આપી શકાય છે.

કેવી રીતે કામ કરે છે આ ડિવાઈસ?
આ ઉપકરણો જીઓસ્ટેશનરી સેટેલાઇટ્સ (GEO) છે. તે પૃથ્વીથી આશરે 35,786 કિલોમીટરની ઉંચાઈ પર આવેલું છે. આ ઉપગ્રહો પૃથ્વીના પરિભ્રમણ સાથે ફરે છે. ઉપગ્રહો ઉપકરણ દ્વારા મોકલવામાં આવેલ ડેટાને RF સિગ્નલના રૂપમાં મોકલે છે. તે ડેટા ગ્રાઉન્ડ સ્ટેશન સુધી પહોંચે છે. કેટલાક ઉપગ્રહોમાં જીપીએસ પણ હોય છે. આ લોકેશન ટ્રેકિંગ અને નેવિગેશનમાં મદદ કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now