Home Gujarat Dj Party At Gandhijis Kochrab Ashram

ગાંધીજીના કોચરબ આશ્રમમાં ડીજે પાર્ટી : આશ્રમમાં લગ્ન પ્રસંગનું આયોજન, કોંગ્રેસે કહ્યું 'ગાંધીજીની વિરાસતને નુકસાન પહોંચાડ્યું'

ગાંધીજીના કોચરબ આશ્રમમાં ડીજે પાર્ટી
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Jan 05, 2026, 10:49 AM IST

Kochrab Ashram DJ Party : અમદાવાદમાં મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત કોચરબ આશ્રમમાં ડીજે સાથે લગ્ન પ્રસંગ યોજાતા ભારે વિવાદ ઉભો થયો છે. કોચરબ આશ્રમમાં ગુજરાત વિદ્યાપીઠના એક કર્મચારીના દીકરાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીજેના તાલે મહેમાનો નાચતા નજરે પડ્યા હતા. આશ્રમ પરિસરમાં ‘કજરા રે… કજરા રે…’ જેવા ગીતો વાગવાના દ્રશ્યો વીડિયોમાં કેદ થયા હતા, જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા છે.

લોકોમાં નારાજગી!

વાયરલ થયેલા વીડિયોમાં ગાંધીજીની ઐતિહાસિક ધરોહર ગણાતા આશ્રમમાં લગ્ન સમારોહ અને ડીજે પાર્ટી જેવી પ્રવૃત્તિઓ જોવા મળતા લોકોમાં નારાજગી ફેલાઈ છે. આ સાથે એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીઓને આવા પ્રસંગો માટે આશ્રમ ભાડે આપવામાં આવે છે, જેના કારણે વિવાદ વધુ ઘેરો બન્યો છે.

વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલે શું કહ્યું?

આ મુદ્દે સ્પષ્ટતા કરતા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલે જણાવ્યું છે કે, 'આ લગ્નવિધિ આશ્રમના ઇવેન્ટ સેન્ટરમાં યોજાઈ હતી અને આશ્રમ પરિસરમાં એક એક્ટિવિટી સેન્ટર પણ છે. તેમણે વધુમાં કહ્યું કે ગાંધીજી જ્યારે આફ્રિકાથી પરત આવ્યા ત્યારે તેમણે તેમના ભાણેજ મગનલાલ ગાંધીના લગ્ન પણ કોચરબ આશ્રમમાં કરાવ્યા હતા. કુલપતિના જણાવ્યા મુજબ આશ્રમ કોમર્શિયલ એક્ટિવિટી માટે આપવામાં આવ્યો નથી, પરંતુ આશ્રમના સેવકના પારિવારિક પ્રસંગ માટે જ ઉપયોગમાં લેવાયો હતો.

'ગાંધીજીની વિરાસતને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે'

બીજી તરફ, કોંગ્રેસ દ્વારા આ મુદ્દે તીવ્ર પ્રતિક્રિયા આપવામાં આવી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું કે, સત્તાધીશોએ ગાંધીજીની વિરાસતને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે કોચરબ આશ્રમ ગાંધીજી અને સત્યાગ્રહની ઐતિહાસિક ધરોહર છે અને આવી પ્રવૃત્તિઓથી તેની પવિત્રતા અને ગૌરવને ઠેસ પહોંચે છે. ડૉ. દોશીએ ભારપૂર્વક જણાવ્યું કે ઐતિહાસિક ધરોહરનું માન-સન્માન જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે.

વિરાસતના સંરક્ષણ અંગે ફરી સવાલો ઉઠ્યા!

કોચરબ આશ્રમમાં યોજાયેલા આ લગ્ન પ્રસંગને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે અને ગાંધીજીની વિરાસતના સંરક્ષણ અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:: ગુજરાત બન્યું ‘ગ્રીન એન્ડ વાઈલ્ડ’, સિંહોની સંખ્યા 891 પર પહોંચી, રતનમહાલમાં વાઘનું આગમન

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!: ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી: વડોદરા ગેસ લિમિટેડના એડમિન જીગ્નેશ ગોહિલનું નિવેદન

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?: સુરત-રાજકોટમાં હાઈકોર્ટ બેંચ માટે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ગૃહમાં રજૂઆત

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ: વેરો ન ભરનારાઓના નળ કનેક્શન કપાતા મિલકતધારકોમાં ફફડાટ

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ: ઘરના ચૂલા ઠર્યા, શ્રમિકોનું વતન તરફ સામૂહિક પલાયન

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી: મધુનગર-માંજલપુરમાં યુવકને મરાયો ઢોર માર, મહિલા બચાવવા આજીજી કરતી રહી, આજવા રોડ પર કાર પલટી

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ: રેસ્ક્યુ બાદ વિદ્યાર્થીઓએ લીધો રાહતનો શ્વાસ

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો: LRD જવાન સહિત બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત: ક્લાયમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ; 'ક્લાયમેટ એક્શન ટ્રેકર' લૉન્ચ કરનાર દેશનું પ્રથમ રાજ્ય

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો: વેરાવળ સેશન કોર્ટ દ્વારા 5 આરોપી દોષિત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો

હિંમતનગર નકલી પોલીસ કાંડ: અફીણના બહાને બોલાવી 8 લાખ પડાવ્યા, બે આરોપીઓ જેલના સળિયા પાછળ

હિંમતનગર નકલી પોલીસ કાંડ

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત: 'શિવાલિક' અને 'નંદા દેવી' LPG સાથે મુંદ્રા પોર્ટ પર પહોંચશે

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત

ગુજરાત બજેટ 2026-27: રેશનકાર્ડ ધારકો માટે 'ગ્રેઇન ATM' અને 'ડિજિટલ કૂપન'; જાણો અન્ન પુરવઠા વિભાગની મોટી જાહેરાતો

ગુજરાત બજેટ 2026-27

આસ્થા સાથે સુરક્ષા!: નર્મદા પરિક્રમા માટે રાજ્ય સરકારની મહા-તૈયારી! રૂ. 10 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને પૂરી પાડશે અનેક સુવિધાઓ

આસ્થા સાથે સુરક્ષા!

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!: PNG અને LPG ગેસની અછતને લઈને ગુજરાત સરકારે કરી ખાસ વ્યવસ્થા

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!
Play Video

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર: અમદાવાદ અને સુરત માટે અપાયો 34 અત્યાધુનિક ટ્રેનસેટ્સનો ઓર્ડર, જાણો શું છે ખાસિયતો

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર

ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત: ગુજરાતની તમામ સ્થાનિક બેઠકો પર ચૂંટણી લડશે AAP, જાણો શું છે યોજના

ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત
Play Video

ગુજરાતમાં એક દિવસમાં સેવન્થ ડે સ્કૂલ જેવી 2 ઘટના: સુરત અને અમદાવાદમાં વિદ્યાર્થીઓ પર ધારદાર હથિયાર વડે હુમલા

ગુજરાતમાં એક દિવસમાં સેવન્થ ડે સ્કૂલ જેવી 2 ઘટના

અમદાવાદથી ઉદયપુર હવે ફક્ત 4 કલાકમાં: જાણો વંદે ભારત ટ્રેનની સંપૂર્ણ માહિતી

અમદાવાદથી ઉદયપુર હવે ફક્ત 4 કલાકમાં

ગાંધીનગરના કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવવાની ધમકી: 7 મો માળ ખાલી કરાવ્યો, પોલીસ-બોમ્બ સ્ક્વોડની તાત્કાલિક તપાસ

ગાંધીનગરના કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવવાની ધમકી
Play Video