Home Gujarat Dima Vav Tharad Cm Bhupendra Patel Vikas Sankalp Sabha

વાવ-થરાદના ઢીમામાં CM ભૂપેન્દ્ર પટેલનો વિકાસ સંકલ્પ સંદેશ : વિકાસની રાજનીતિએ બદલી ચૂંટણીની દિશા

Gujarat
Published by: Aryan Shah
Last Updated: Apr 18, 2026, 01:29 PM IST

Gujarat : ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લાના ઢીમાં ખાતે સ્થાનિક સ્વરાજયની ચુંટણીના ઉપલક્ષ્યમાં ભાજપાની વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી. ઢીમાં ની ધરતી પર પધારેલા ભુપેન્દ્ર પટેલે શ્રી ધરણીધર ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી સર્વેની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

વિકાસની રાજનીતિ અને બદલાતો ચૂંટણી ઇતિહાસ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું હતું કે, અગાઉની ચૂંટણીઓ અને હાલની ચૂંટણીઓમાં મૂળભૂત ફેરફાર આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કામને આધારે મત માંગવા અંગે પ્રસ્થાપિત કરેલા મનાંકોના પરિણામસ્વરૂપ ચૂંટણીઓ વિકાસની રાજનીતિ પર કેન્દ્રિત બની છે. વિકાસની આ રાજનીતિથી સમાજમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને દરેક નાગરિકને તેનો લાભ મળ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, હવે કોઈપણ રાજકીય પક્ષને મતદારો પાસે જવું હોય તો તેને પોતાનું કાર્ય અને ભવિષ્યના આયોજનનો હિસાબ આપવો પડે છે. છેલ્લા 30 વર્ષના ચૂંટણી ઇતિહાસમાં વિપક્ષની જમીની સ્તરે ગેરહાજરી અને પ્રજાથી દૂર રહેવાની વૃત્તિ સ્પષ્ટ જોવા મળે છે, જ્યારે ભાજપનો કાર્યકર હંમેશા પ્રજા વચ્ચે રહીને કાર્ય કરવા પ્રતિબદ્ધ રહ્યો છે. પ્રજાજનોના પ્રતિસાદના આધારે સરકાર સતત સુધારાઓ લાવી રહી છે, કારણ કે આ સરકાર પ્રજાના વિશ્વાસ અને સહભાગિતાથી ચાલી રહી છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીના હંમેશા ઊંચું લક્ષ્યાંક રાખવાના દ્રષ્ટિકોણના કારણે દેશ અને ગુજરાતમાં ખૂબ મોટો ફાયદો થયો છે. ગુજરાતની ભૂતકાળની પરિસ્થિતિ અને આજની પ્રગતિ વચ્ચેનો ફેરફાર સ્પષ્ટ દેખાય છે. એક સમય એવો હતો જ્યારે પાણી, રોડ અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નહોતી, પરંતુ આજે રાજ્ય આ તમામ ક્ષેત્રોમાં ઘણું આગળ વધી ગયું છે.

આ પણ ખાસ વાંચો : ગાંધીનગરમાં ચૂંટણી પ્રચાર પર કડક નિયંત્રણ : પોસ્ટર-બેનરથી સરકારી મિલકતોના ઉપયોગ સુધી કડક નિયમો લાગુ

જનકલ્યાણકારી યોજનાઓ અને વિકસિત ગુજરાતનો સંકલ્પ

તેમણે વધુમાં જણાવ્યું કે, “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ” આ કાર્યમંત્ર હેઠળ સરકાર સતત કાર્યરત છે. ઘેર ઘેર પાણી પહોંચાડવાનું કાર્ય સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. એક પણ તળાવ પાણી વગરનું ન રહે તે માટે નર્મદાનું વધારાનું પાણી તમામ તળાવો સુધી પહોંચાડવાની દિશામાં કાર્ય થઈ રહ્યું છે. ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લઈ જૂની અને નવી શરતવાળી જમીનોને કોઈપણ પ્રીમિયમ ચૂકવ્યા વગર 7-12ના ઉતારામાં જૂની શરતમાં પરિવર્તિત કરવાનો નિર્ણય કરાયો છે. નાણાકીય વ્યવસ્થાપનનો મજબૂત પાયો પણ નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. રાજ્યમાં માર્ગ સુવિધાઓનો વ્યાપક વિકાસ થયો છે અને ઢીમા વિસ્તાર નજીક દૂધવા ખાતે જીઆઈડીસી સ્થાપનાનું કાર્ય શરૂ થયું છે. આયુષ્યમાન કાર્ડના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી રહી છે, જેના કારણે અનેક પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. મુખ્યમંત્રીએ અંતમાં જણાવ્યું કે, દેશના વિકાસ માટે છેવાડાના વ્યક્તિનું વિકાસની મુખ્યધારામાં જોડાવું અનિવાર્ય છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતનું નિર્માણ જરૂરી છે અને તે માટે સૌએ સાથે મળીને કાર્ય કરવું પડશે. તેઓએ ભાજપા તરફી જંગી મતદાન કરી ભાજપા ઉમેદવારોને વિજયી બનાવવા સૌ નાગરિકોને અપીલ કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now